For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરપકડ થશે તો વિધાનસભામાંથી રાજીનામું આપી દઇશ: કટારિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gulab-chand-kataria
જયપુર, 16 મે: રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી અને હાલના નેતા પ્રતિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા સોહરાબુદ્દીન બનાવટી પ્રકરણમાં પૂરક આરોપપત્રમાં આરોપી બનાવવાને રાજકીય ષડયંત્ર ગણાવતાં કહ્યું હતું કે જો આ મુદ્દે સીબીઆઇ તેમની ધરપકડ કરશે તો તે વિધાનસભાની સદસ્યતા અને નેતા પ્રતિપક્ષના પદેથી રાજીનામું આપી દેશે અને જ્યાં સુધી નિર્દોષ સાબિત થશે નહી ત્યાં સુધી વિધાનસભામાં આવશે નહી.

રાજસ્થાન વિધાનસભામાં એક સમિતિની પૂર્વ નિર્ધારિત બેઠકમાં ભાગ લેવા માટે આવેલા ગુલાબ ચંદ કટારિયા પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા. સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં તેમને પોતાને નિર્દોષ ગણાવતાં આરોપ લગાવ્યો હતો કે મને ફસાવવા માટે રાજકીય રમત રમવામાં આવી રહી છે. તપાસમાં સરકાર અને સીબીઆઇનો અસલી ચહેરો સામે આવી જશે.

ગુલાબ ચંદ કટારિયાએ ભાવુક થતાં કહ્યું હતું કે જે વાતો અંગે મને ખબર નથી તેમાં મને અપરાધી બનાવી દિધો છે. મારા 35 વર્ષના રાજકીય જીવનને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં તો સીબીઆઇ દ્વારા મને સમન્સ મળ્યું નથી.

English summary
Gulab Chand Kataria, who has been chargesheeted in Sohrabuddin encounter case, on Wednesday said he would resign from the Rajasthan Assembly if arrested in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X