બીજા રાજ્યોનો ભ્રષ્ટાચાર પણ જુવે મીડિયા: સોનિયા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે આદર્શ સોસાયટી મુદ્દાને ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે. પરંતુ મીડિયાને બિન કોંગ્રેસ શાસિત રાજ્યો પર પણ નજર કરી જોઇએ. સોનિયાએ કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજીત પાર્ટીના સ્થાપના દિવસ સમારંભથી અલગ પત્રકારોને જણાવ્યું કે આદર્શ મુદ્દા પર પાર્ટીની અંદર વાતચીત કરવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે. ભ્રષ્ટાચાર અને મોંઘવારી અમારા માટે હંમેશાથી મુખ્ય મુદ્દો રહ્યો છે.

તેમણે જણાવ્યું કે મીડિયાને વિપક્ષી પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્યમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પર પણ નજર કરવી જોઇએ. અમને દરેક માધ્યમથી જોવામાં આવે છે, અને અમારી દરેક ભૂલ પર સવાલ ઊઠાવવામાં આવે છે, પરંતુ અન્ય લોકોને પણ જુઓ.

sonia gandhi
તેમણે જણાવ્યું કે અમારી પાસે મોટા પડકાર છે, પરંતુ અમે સાથ રહેવા, લડવા અને જીતવા માટે પ્રતિબદ્ધ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદર્શ સોસાયટી કૌભાંડ રિપોર્ટ પર ફરીથી વિચાર કરવાની વાત કરી હતી અને ત્યારબાદ સોનિયા ગાંધીનું આ નિવેદન આવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં 20 ડિસેમ્બરના રોજ આદર્શ સોસાયટી કૌભાંડની તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો અને ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જે એ પાટિલ અને પૂર્વ મુખ્ય સચિવ પી સુબ્રહ્મણ્યમે તૈયાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સંબંધિત અધિકારીઓએ લોભ પરિવારવાદ અને પક્ષપાત માટે કાનૂનને તોડી મરોડીને ખોટો દ્રષ્ટાંત આપ્યો હતો.

English summary
The Adarsh housing society issue will be resolved soon, but the media should also look at corruption cases in the non-Congress ruled states, Congress president Sonia Gandhi said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.