Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું દિગ્વિજય વિરુદ્ધ 'હિન્દુત્વ' ચહેરો ઉતારવાનો ભાજપનો દાવ જઈ શકે છે નિષ્ફળ?

ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો ચૂંટણી પ્રચાર, જેલમાં તેના પર થયેલા કથિત અત્યાચાર અને ભગવા આતંકવાદ જેવા શબ્દો રચીને સજા અપાવવા આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે.

ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો ચૂંટણી પ્રચાર, જેલમાં તેના પર થયેલા કથિત અત્યાચાર અને ભગવા આતંકવાદ જેવા શબ્દો રચીને સજા અપાવવા આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે. તે 2008ના માલેગાંવ બ્લાસ્ટના આરોપી છે, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે તે હંમેશા પોતાના પર લાગેલા તમામ આરોપોને 'હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર' ગણાવીને ફગાવી રહ્યા હતા. હવે પોલિટિકલ પંડિતોનું માનવું ચે કે તેમને ચૂંટણીમાં ઉતારવા એ એક રીતે ભાજપનું હિન્દુત્વના એજન્ડા પર પાછા ફરવા જેવું છે, જેણે ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દા સાથે શરૂઆત કરાવી હતી. ત્યારે સવાલ ઉઠવો યોગ્ય છે કે શું તે હિન્દુત્વનો નવો ચહેરો બની શક્શે?

પ્રજ્ઞાનો પ્રયાસ

પ્રજ્ઞાનો પ્રયાસ

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પક્ષ હવે 49 વર્ષની સાધ્વી દ્વારા રાષ્ટ્રવાદ મજબૂત કરવા ઈચ્છે છે. તેમના શબ્દોમાં,'આ વોટનું યુદ્ધ નથી, પરંતુ દેશ વિરોધી ભાવના વિરુદ્ધ લડાઈ છે...' એટલે કે પ્રજ્ઞા પક્ષની આ લાઈનમાં પરફેક્ટ રીતે ફિટ થાય છે. ભાજપ ઉમેદવારની જે શારિરીક સ્થિતિ એવી છે કે તેમને ક્યાંક આવવા જવા માટે લોકોનો સહારો લેવો પડે છે. તેનાથી તેમની આ રણનીતિ વધુ મજબૂત થાય છે. સાધ્વી એ પણ કહે છે કે તેમણે જેલમાં 9 વર્ષ કેવી રીતે વીતાવ્યા અને તેમની આ સ્થિતિને તેમને જેલમાં અપાયેલી આકરી યાતનાઓ સાથે સહેલાઈથી જોડી શકાય છે. જાહેર વાત એ છે કે તે પોતાની સાથે જેલ દરમિયાન થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે અને તેમને કથિત રીતે ભગવા આતંકવાદના ષડયંત્ર સાથે જોડે છે. એટલે તેમના નિશાને સહેલાઈથી કોંગ્રેસના વિરોધી ઉમેદવાર દિગ્વિજય સિંહ આવી જાય છે. સિહોરની એક સબામાં તેમણે કહ્યું,'દિગ્વિજય સિંહે મને હેરાન કરી છે, તે સૂત્રધાર છે... ' ઉલ્લેખનીય છે કે બાટલા હાઉસ એન્કાઉન્ટરથી લઈને માલેગાંવ બ્લાસ્ટ બાદ દિગ્વિજયસિંહે પોતાની જે ઈમેજ બનાવી છે તેને કારણે પ્રજ્ઞા ઠાકુર ખાસ વિચારધારા લોકો સુધી પોતાની વાત સહેલાઈથી પહોંચાડી શકે છે.

સંઘનો સાથ

સંઘનો સાથ

નિષ્ણાતોના કહેવા પ્રમાણે દિગ્જવિજય સામે ચૂંટણી લડવા પ્રજ્ઞા ભાજપ કરતા સંઘની વધુ પસંદ છે. દિગ્વિજય સિંહે પોતાના નિવેદનો અને ટીકાઓથી પોતાને સંઘની વિચારધારાના કટ્ટર વિરોધી બની ચૂક્યા છે. ત્યારે સંઘના નેતાઓ સામે તેમને પડકાર આપવા પ્રજ્ઞા કરતા સારો વિકલ્પ કોઈ નહોતો. હાલ મધ્યપ્રદેશમાં કામ કરી રહેલા સંઘના એક કાર્યકર્તાએ કહ્યું કે,'દેશને અસ્થિર કરવાની કોશિશ કરાઈ રહી છે. જ્યારે બહારના દુશ્મનો અમારા જવાનો પર હુમલો કરી રહ્યા છે, આપણી યુનિવર્સિટીઓમાં અને બીજા માધ્યમોમાં વિધ્વંસક શક્તિઓ કામ કરી રહી છે, ત્યારે ભાજપ પાસે જ તેને રોકવાનો ઈરાદો છે.' કદાચ સંઘને આશા છે કે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વનું જે નેરેટિવ ભોપાલમાં સેટ થઈ રહ્યું છે, તે દેશના એ વિસ્તારોમાં પણ અસર પડશે, જ્યાં આગામી તબક્કાની ચૂંટણી થવાની છે. ખુદ વડાપ્રધાન મોદી પણ પ્રજ્ઞાની ઉમેદવારીનું સમર્થન કરી ચૂક્યા છે, અને તેમના બચાવમાં એ દલીલ પણ કરે છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેમને જુદા જુદા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે.

આંતરિક વિરોધ પણ છે

આંતરિક વિરોધ પણ છે

જો કે એ વાતો પણ સામે આવી રહી છે કે સાધ્વીની પ્રજ્ઞાની ઉમેદવારીને લઈ પાર્ટીમાં આંતરિક વિરોધ પણ છે. ચર્ચા તો એ પણ છે કે કોર્પોરેટર્સ અને ધારાસભ્યોને તેમના પક્ષમાં પ્રચાર કરવાનો નિર્દેશ અપાયો છે. જો કે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તો પહેલા જ દિવસે તેમનો સાથે દેખાયો છે. ઉમા ભારતી પણ તેમના પક્ષમાં ઉતરી ચૂક્યા છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તેમની ઉમેદવારોથી સામાન્ય કાર્યકર્તાઓ અસહજ થયા છે. કારણ કે તેમને પાર્ટીમાં સામલે કરીને સીધા જ ઉમેદવાર બનાવી દેવાયા છે. પરંતુ જે રીતે સંઘ, મોદી અને અમિત શાહ તેમની સાથે દેખાઈ રહ્યા છે, તેન કારણે કોઈ વિરોધ નથી નોંધાવી શક્યું.

પ્રજ્ઞાની ઉમેદવારી પર શું વિચારે છે ભોપાલના લોકો?

પ્રજ્ઞાની ઉમેદવારી પર શું વિચારે છે ભોપાલના લોકો?

ભોપાલમાં લગભ 20 ટકા વસ્તી મુસ્લિમ છે. જે તેમની ઉમેદવારીથી અસમંજસમાં છે. જો કે ભોપાલના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં મોદીના નામ પર ભાજપના પક્ષમાં ઉત્સાહ જાળવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓમાં પ્રજ્ઞા ઠાકુરના દાવા લઈ અસમંજસની સ્થિતિ છે. તો કેટલાક લોકો હેમંત કરકરેને લઈ આપેલા નિવેદનને વિવાદિત નિવેદનથી સંપૂર્ણ રીતે અસહમત છે. આવી સ્થિતિમાં હિન્દુત્વનો એજન્ડા જ ચલાવાનો હતો, તો ઉમા ભારતી વધુ યોગ્ય હતા. એવામાં તેમને પીડિત હિન્દુત્વના ચહેરા તરીકે રજૂ કરવાના ભાજપ અને સંઘના એજન્ડાને કેટલો કાગર સાબિત કરશે તે જોવાની વાત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X