મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને વિપક્ષને શું મળશે?
તેલુગુ દેશમ પક્ષ અને કોંગ્રેસે સંસદમાં પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો જેના પર શુક્રવારે લોકસભામાં ચર્ચા થશે.
તેલુગુ દેશમ પક્ષ અને કોંગ્રેસે સંસદમાં પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો જેના પર શુક્રવારે લોકસભામાં ચર્ચા થશે. ટીડીપી અને કોંગ્રેસ બંને જાણે છે કે એનડીએ સરકાર પાસે બહુમત છે તેમછતાં આનુ મહત્વ કેટલુ છે. વળી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ દાવો કર્યો કે સરકાર પડી ભાંગવા માટે જરૂરી સંખ્યા તેમની પાસે છે. સંસદમા ચર્ચા માટે ભાજપે પણ કમર કસી લીધી છે અને તેમનું કહેવુ છે કે એનડીએ પાસે જરૂરી બહુમત છે અને તે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને અસફળ બનાવશે.

વિપક્ષ પોતાની બધી યુક્તિઓ અજમાવી રહ્યુ છે
વિપક્ષની કોશિશ છે કે લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી અને ભાજપ સામે એક ફ્રન્ટ તૈયાર કરવામાં આવે. વિપક્ષ પોતાની બધી યુક્તિઓ અજમાવી રહ્યુ છે જેથી પીએમ મોદી અને ભાજપને નબળુ પાડી શકાય. જો કે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવમાં કેટલો સફળ થાય છે તે તો સમય જ બતાવશે. પરંતુ કોંગ્રેસ આ અંગે આત્મવિશ્વાસથી ભરપૂર જણાઈ રહી છે. સોનિયા ગાંધીએ પણ કહ્યુ હતુ કે કોણ કહે છે કે તેમની પાસે સંખ્યા નથી.

વિપક્ષ પાસે જરૂરી સંખ્યા નથી
535 સભ્યોની લોકસભામાં ભાજપના 274 સાંસદ છે અને તેમની સરકારને કોઈ જોખમ જણાતુ નથી. 2014 લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 44 સીટો કોંગ્રેસે જીતી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર ટીડીપી પાસે 16 સીટો જીતી. 2014 માં જેડીએસ-2, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ 6, આરજેડી 4, તૃણમૂલ કોંગ્રેસ 34, સીપીઆઈએમ 9, સમાજવાદી પક્ષને 5 સીટો મળી હતી. જો કે બીજુ જનતાદળ અને એઆઈએડીએમકે એ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. હાલમાં ભાજપને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાન લાવીને હરાવવા વિપક્ષ માટે અઘરુ જણાઈ રહ્યુ છે.

વિપક્ષ ભાજપ સામે એક ફ્રન્ટ બનાવવાની કોશિશમાં
વિપક્ષ આ અવસરનો ઉપયોગ બેરોજગારી, ખેડૂતોના મુદ્દા, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિક તણાવ અને મૂલ્ય વૃદ્ધિ જેવા મુદ્દાઓને ઉઠાવવા માટે કરવા ઈચ્છે છે. મુસ્લિમ પુરુષોની પાર્ટી કોંગ્રેસ વાળા નિવેદન પણ ચર્ચાનો મુદ્દો બની શકે છે. વળી, ભાજપ પીએમ મોદીના નેતૃત્વમાં માત્ર વિપક્ષનો જવાબ આપવા ઈચ્છશે પરંતુ પ્રધાનમંત્રીના ભાષણના માધ્યમથી લોકોને એક સંદેશ આપવા અને અવિશ્વાસનો પ્રસ્તાવ અસફળ બનાવીને વિપક્ષને ઝટકો આપવાની કોશિશ કરશે. પીએમ મોદી એ નિવેદનનો પણ હવાલો આપી શકે છે જેમાં તેમણે બધા મુદ્દાઓ પર વાત કરવાની સંમતિ દર્શાવી હતી અને સંસદને સરળ રીતે ચલાવવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
