મા તુઝે સલામઃ માતૃભૂમિની રક્ષા માટે અભિનંદનની માએ પુત્રને આ રીતે કર્યા તૈયાર

ગ્રુપ કેપ્ટન (રિટાયર્ડ) તરુણ કુમાર સિંઘાએ તેમના મા વિશે જે કંઈ પણ પોતાના એક આર્ટિકલમાં લખ્યુ છે તે વાંચીને તમે જાતે જ સમજી જશો કે વિંગ કમાંડર આટલા બહાદૂર કેવી રીતે છે.

દેશની આતુરતાનો અંત શુક્રવારે ખતમ થયો અને 56 કલાક બાદ ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના ફાઈટર પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાન દેશ પાછા આવ્યા. સમગ્ર દેશ આતુરતાથી અભિનંદનની રાહ જોઈ રહ્યો હતો. અભિનંદનની બહાદૂરી અને તેમની હિંમત જોઈને દુનિયાના કોઈ પણ ભાગમાં બેઠેલા ફાઈટર પાયલટને તેમના પર ગર્વ થઈ રહ્યો હતો. વર્તમાન પરિવારને નજીકથી જાણતા ગ્રુપ કેપ્ટન (રિટાયર્ડ) તરુણ કુમાર સિંઘાએ તેમના મા વિશે જે કંઈ પણ પોતાના એક આર્ટિકલમાં લખ્યુ છે તેને વાંચ્યા બાદ તમે જાતે જ સમજી જશો કે વિંગ કમાંડર આટલા બહાદૂર કેવી રીતે છે.

દુશ્મનનો ખોફ પણ અભિનંદન પર બેઅસર

દુશ્મનનો ખોફ પણ અભિનંદન પર બેઅસર

27 ફેબ્રુઆરીએ અભિનંદનનું મિગ-21 ક્રેશ થયુ અને તે પીઓકેમાં જઈને પડ્યા. ત્યારબાદ પાકિસ્તાન આર્મીની કેદમાં તેમના ઘણા ફોટોગ્રાફ્સ અને વીડિયો સામે આવવા લાગ્યા છે. અભિનંદનને જોઈને કોઈ પણ સમજી શકતુ હતુ કે દુશ્મનની જમીન પર હોવા છતાં તે એક સૈનિકની જેમ બહાદૂરી સાથે ઉભા છે. દુશ્મનનો ખોફ પણ તેમની હિંમત ઓછી ન કરી શક્યો. આ હિંમત એ સમયે તેમની આંખોમાં જોવા મળી જ્યારે તે વાઘા બોર્ડર પર હતા અને બસ 30 મીટરનું અંતર કાપીને પોતાની માતૃભૂમિ પર પગલા માંડવા તરફ આગળ વધી રહ્યા હતા. વિંગ કમાંડર અભિનંદનને ક્યાંકને ક્યાંક પોતાની એ માની યાદ આવી હશે જેણે બાળપણથી તેમને મજબૂત રહેવાનું શીખવ્યુ.

માનસિક રીતે મજબૂત ડૉ.શોભા

માનસિક રીતે મજબૂત ડૉ.શોભા

ડૉ. શોભાની તૈનાતી દુનિયાના સૌથી વધુ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં રહી છે. અહીં તેમણે એ વાતને સુનિશ્ચિત કરી કે મા અને તેમના નવજાત બાળકો પર કોઈ ખરાબ પ્રભાવ ન પડે. ગ્રુપ કેપ્ટન સિંઘાને જ્યારે અભિનંદન વર્તમાન વિશે માલુમ પડ્યુ તો તેમણે ડૉ.શોભાને એક ઈ-મેઈલ મોકલીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. આટલા તણાવપૂર્ણ સમય દરમિયાન પણ ડૉ. શોભાએ 15 મિનિટની અંદર મોડી રાતે તેમના ઈમેલનો જવાબ આપ્યો. ગ્રુપ કેપ્ટન સિંઘાની માનીએ તો આનાથી માલુમ પડે છે કે ડૉ. શોભા માનસિક રીતે કેટલા મજબૂત છે. ડૉ. શોભા સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં એક એક્ટિવિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. બે વર્ષ પહેલા બાળ યૌન શોષણમાં દોષીતોની સજા વધારવા હેતુ તેમણે એક ઑનલાઈન કેમ્પેન લૉન્ચ કર્યુ હતુ.

એકે-47 વચ્ચે પણ ચાલુ હતી સેવા

એકે-47 વચ્ચે પણ ચાલુ હતી સેવા

વર્ષ 2005માં ડૉ. શોભાની તૈનાતી આઈવરી કોસ્ટમાં થઈ અને તે હિંસાથી એ હદે પ્રભાવિત હતુ કે દરેક જગ્યાએ એકે-47 લઈને આતંકી ફરતા હતા. તેમછતાં પણ તે યુએમ પીસકીપિંગ મિશન સાથે તે અહીં પહોંચ્યા હતા. આ ઉપરાંત ડૉ. શોભા લાઈબેરિયા અને નાઈજીરિયામાં પણ રહ્યા છે. આ બંને દેશોએ સિવિલ વૉર સમયે સૌથી ખતરનાક સમય જોયો છે. જે જગ્યાએ ડૉ. શોભાની તૈનાતી હતી ત્યાં ઘણાવાર ગ્રામવાસીઓ અને તેલ કંપનીઓ, સરકાર અને ગ્રામવાસીઓ વચ્ચે હિંસા થતી રહેતી હતી. આ ઉપરાંત તેલ અને બીજા વિરોધી પણ અહીં અશાંતિ પેદા કરતા રહેતા હતા.

ઈરાકમાં જોયો સૌથી ખતરનાક સમય

ઈરાકમાં જોયો સૌથી ખતરનાક સમય

બીજા ગલ્ફ વૉર દરમિયાન જ્યારે ઈરાકમાં ડૉક્ટર શોભાને તૈનાત કરવામાં આવ્યા ત્યારે અહીં તે ઘણા જાનલેવા અનુભવોમાંથી પસાર થયા. ઈરાકમાં ડૉ. શોભા એકલા એનેસ્થેલૉજિસ્ટ હતા. બહાર બ્લાસ્ટ થતા હોય અને જ્યારે લોકો અંદર રહેવા માટે મજબૂર હોય તે સમયે પણ ડૉ. શોભા સુરક્ષાને નજરઅંદાજ કરીને પોતાના કામ પર ધ્યાન આપતા હતા. ત્યાં સુધી કે સર્જન પણ પોતાની હોટલમાં જ રહેતા હતા. ડૉ. શોભાએ ઈરાન અને ઈરાક વચ્ચે તણાવના સૌથી ખરાબ સમયને પણ જોયો છે. વર્ષ 2009માં તે પાપુઆ ન્યૂ ગિનીમાં હતા જ્યાં તેમણે આદિવાસીઓનો ઈલાજ કર્યો. હૈતીમાં ભૂકંપના કારણે જ્યારે 3,00,000 લોકોના મોત ભૂકંપના કારણે થઈ ગયા તો તે સમયે પણ ડૉ. શોભા અહીં મર્સી મિશન માટે તૈનાત હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X