બાલાકોટ એરસ્ટ્રાઈકના રીયલ હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન 'વીર ચક્ર'થી સમ્માનિત
બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીર ચક્રથી સમ્માનિત કરશે.
નવી દિલ્લીઃ બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'વીર ચક્ર'થી સમ્માનિત કર્યા. દેશના આ રીયલ હીરોને આજે રાષ્ટ્રપતિએ એક સમારંભમાં વીર ચક્રથી સમ્માનિત કર્યા. તમને જણાવી દઈએ કે પુલવામાં હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી. જેના પર પાકિસ્તાની લડાકુ વિમાને ઈન્ડિયન બૉર્ડર માં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના મનસૂબાને કચડી દીધો હતો ભારતના વીર અભિનંદન વર્ધમાને. તેમણે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યુ હતુ.

અભિનંદન વર્ધમાનને આજે મળશે 'વીર ચક્ર'
જો કે, આમ કરવા પર તેમનુ વિમાન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતુ અને તે પીઓકેમાં જઈ પડ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને બંદી બનાવી લીધા હતા. જો કે ભારત અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપના કારણે પાક સેના તેમનો વાળ પણ વાંકો કરી શકી નહોતી અને તેમને મુક્ત કરી દીધા હતા.

તોડી પાડ્યુ હતુ પાકિસ્તાની ફાઈટર પ્લેન
તેમની આ વીરતા માટે ભારત સરકારે તેમને વીર ચક્ર આપવાનો નિર્ણય કર્યો. તે આ પહેલા શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. અભિનંદન શ્રીનગદરના 51 સ્કવૉડ્રનનો હિસ્સો રહ્યા છે. હાલમાં જ તેમનુ પ્રમોશન પણ થયુ હતુ. તેઓ વાયુસેનાએ તેમને ગ્રુપ કેપ્ટન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન ઈન્ડિયન નેવીના કર્નલ સમાન હોય છે.

40 ભારતીય જવાન શહીદ
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા. હુમલાની જવાબદારી મસૂદ અઝહરના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ ઈન્ડિયન ફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. તેમણે એલઓસી પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)ના બધા આતંકી સંગઠનને નષ્ટ કરી દીધા હતા.

શું હોય છે 'વીર ચક્ર'
તમને જણાવી દઈએ કે વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે અપાતુ ત્રીજુ સર્વોચ્ચ સમ્માન છે. આ સમ્માન સૈનિકોને અસાધારણ વીરતા કે ત્યાગ માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે મહાવીર ચક્ર પછી આવે છે. આ પદક ભારત માતાની સેવા કરનારા એ વીરોને આપવામાં આવે છે જે પોતાના જીવની પરવા ન કરીને પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે. આ મેડલ સિલ્વરનો બનેલો હોય છે. તેને વાદળી અને નારંગી રંગની લેસ સાથે આપવામાં આવે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
