શિયાળુ સત્ર બાદ UPA સરકાર ધરાશાયી થઇ જશે: શરદ યાદવ

જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે વડાપ્રધાનની સેનાને સામાન્ય ગણાવતાં જાહેરાત કરી હતી કે આ વખતનું શિયાળું સત્ર યૂપીએ સરકારનું અંતિમ સત્ર હશે કારણ કે દેશમાં હવે વચગાળાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે.
સરકારની તાનાશાહીથી પરેશાન જનતા જ નહી પરંતુ યૂપીએ સરકારના સહયોગી દળો વચગાળાની ચૂંટણી માટે તૈયાર છે. બસ શિયાળા સત્રની રાહ જુઓ. શરદ યાદવે કહ્યું હતું કે યૂપીએ સરકાર ધરાશય થવાની હશે તો અમે જરૂર ધક્કો મારીશું.
અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાને રવિવારે પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા બાદ કહ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકારના સિપાહી પહેલાં કરતાં સારું કામ કરશે. તેમને લાગે છે કે 2014ની સામાન્ય ચૂંટણી યોજાશે પરંતુ આવનાર દિવસો સરકાર માટે પડકારરૂપ રહેશે.












Click it and Unblock the Notifications
