For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE, NEET પરીક્ષાને સ્થગિત કરાવવાની માંગને લઈ 4000 વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ

JEE, NEET પરીક્ષાને સ્થગિત કરાવવાની માંગને લઈ 4000 વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ JEE, NEET અને અન્ય પરીક્ષાઓને સ્થગિત કરાવવાની માંગને લઈ દેશભરમાં વિરોધ વધતો જઈ રહયો છે. હવે દેશભરના 4000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષઓને સ્થગિત કરાવવાની માંગને લઈ એક દિવસીય ભૂખ હડતાળ પ્રારંભી દીધી છે. દેશભરના વિદ્યાર્થીઓએ માંગ કરી કે કોવિડ 19ના વધતા મામલાને ધ્યાનમાં રાખી BSE કમ્પાર્ટમેન્ટ પરીક્ષા રદ્દ કરવામાં આવે અને અન્ય પ્રવેશ પરીક્ષા જેવી કે UGC-NET- CLAT, NEET અને JEE સ્થગિત કરવામાં આવે.

વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા

વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા

જણાવી દઈએ કે કોવિડ 19 મહામારી વચ્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જીનિયરિંગ પ્રદેશ પરીક્ષા JEE અને NEET ની પરીક્ષાઓને સ્થગિત કરવા સંબધિત અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જે બાદ હવે પરીક્ષા રદ્દ કરવા અને સ્થગિત કરવાની માંગને લઈ 4200થી વધુ વિદ્યાર્થીઓ એક દિવસીય ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની આ હડતાળ માટે વિદ્યાર્થીઓએ ટ્વિટરનો સહારો લીધો છે અને હેશટેગ #SATYAGRAHagainstExamInCovid નો ઉપયોગ કરતાં ટ્વિટર પર સરકારને પોતાની માંગો પર ધ્યાન આપવા આગ્રહ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં વિદ્યાર્થીઓ નારાજ

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં વિદ્યાર્થીઓ નારાજ

આ ભૂખ હડતામાં ભાગ લેનાર મનોજે કહ્યું કે, "હું બેંગ્લોરથી છું અને મારી NEET પરીક્ષાનું કેન્દ્ર ભુવનેશ્વર છે. પરીક્ષા આપવા માટે મારે પાંચ કલાકનું ટ્રાવેલિંગ કરવું પડશે, એકેય ગેસ્ટ હાઉસ કે હોટલ ખુલ્લા નથી, અમે ક્યાં રહીશું?" જ્યારે સીબીઆઈ કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં સામેલ થનાર સિદ્ધ દત્તે કહ્યું "હું એક અસ્થમા રોગી છું. મને ડર છે કે જો કોવિડ 19ના લપેટામાં આવી ગયો તો?" મધુરીમાએ કહ્યું કે, "મારે ચાર અલગ અલગ પરીક્ષા આપવાની છે, મારો અનુરોધ છે કે અધિકારી અમારી અપીલ સાંભળે. કૃપિયા પહેલાં વેક્સીનનું નિર્માણ કરો જેથી અમે પરીક્ષા આપી શકીએ. મારે જેઈઈ, આઈઆઈએસઆઈઆર, ડીયૂટીની પ્રવેશ પરીક્ષા પણ આપવાની છે."

વિદ્યાર્થીઓની અપીલ

વિદ્યાર્થીઓની અપીલ

બિહારના ભગલપુરના એમડી દાનિશ ખાને કહ્યું કે, તેને પ્રવેશ પરીક્ષા માટે પટના સેન્ટર મળ્યુ છે અને આ શહેર કોવિડ 19નું હોટસ્પોટ છે. હુ પરીક્ષામા સામેલ થઈ મારા સબંધીઓના જીવન ખતરામા નાખવા નથી માંગતો. હુ એક સંયુક્ત પરીવારમાં રહું છું અને જો હું ત્યાંથી સંક્રમણનો શિકાર થાવ તો આ સંક્રમણ મારા આખા પરિવારમાં ફેલાઈ શકે છે.

વિદ્યાર્થીઓની અપીલ

વિદ્યાર્થીઓની અપીલ

કર્ણાટકના એક જેઈઈ ઉમેદવાર મનોજ એસે કહ્યુ કે, "JEE પરીક્ષાના કેન્દ્રમાં અમારે સાત વાગ્યે રિપોર્ટ કરાનુ રહેશે. મારું કેન્દ્ર 150 કિમી દૂર છે અને હાલ કોઈ બસ કે ટ્રેન સેવા ઉપલબ્ધ પણ નથી. મારા કેટલાક મિત્રોના કેન્દ્ર 200થી 250 કિમી દૂર છે. અમારે યાત્રા કેવી રીતે કરવી જોઈએ? સાતથી આઠ કલાક માસ્ક પહેરીને અમે પરીક્ષા કેવી રીતે લખશું." તેમણે સરકારને સ્થિતિ સામાન્ય થવા સુધી પરીક્ષા સ્થગિત કરવાનો આગ્રહ કર્યો.

વિદ્યાર્થીઓની અપીલ

વિદ્યાર્થીઓની અપીલ

જણાવી દઈએ કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના શીર્ષ નેતાઓએ સરકારને અનુરોધ કર્યો છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કોરોના વાયરસ મહામારીને કારણે ઉઠાવવામા આવેલી ચિતાને ધ્યાનમાં રાખતા અખિલ ભારતીય ચિકિત્સા અને એન્જીનિયરિગ પ્રવેશ પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવે. એક દિવસ અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તેઓ કોવિડ 19ની સ્થિતિને જોતા JEE અને NEETની મેડિકલ અને એન્જીનિયરિગ પ્રવેશ પરીક્ષા રદ્દ કરે. તેમણે એમ પણ કહ્યુ કે એક વૈકલ્પિક પ્રવેશ પદ્ધતિનો ઉપયોગ આ વર્ષે કરવો જોઈએ અને પરીક્ષા આયોજિત ના કરવી જોઈએ.

અઠવામાં કોરોના વાયરસના કેસનો આંકડો 2000 ને પારઅઠવામાં કોરોના વાયરસના કેસનો આંકડો 2000 ને પાર

English summary
WITH DEMAND OF POSTPONED NEET, JEE EXAM 4000 STUDENTS WENT ON HUNGER STRIKE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X