દિલ્લી સરકારની ઈ-વેસ્ટ સંચાલન નીતિથી હવે નહિ દેખાય કચરાના પહાડ
દિલ્લીમાં ઈલેક્ટ્રોનિક કચરો એક પડકાર છે, જેનો સામનો કરવા માટે રાજ્ય સરકાર ઉત્તર પશ્ચિમ દિલ્લીના હોલંબી કલાં વિસ્તારમાં ઈ-વેસ્ટ પાર્ક સ્થાપી રહી છે.
દિલ્લીમાં કેજરીવાલ સરકાર યમુનાની સફાઈ અને દિલ્લીનો કચરો દૂર કરવા માટે ખૂબ ગંભીર છે. આનો સામનો કરવા માટે અનેક સ્તરે કામ ચાલી રહ્યુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઈલેક્ટ્રોનિક કચરો પણ એક પડકાર છે, જેનો સામનો કરવા માટે રાજ્ય સરકાર ઉત્તર પશ્ચિમ દિલ્લીના હોલંબી કલાં વિસ્તારમાં ઈ-વેસ્ટ પાર્ક સ્થાપી રહી છે. ઈ-વેસ્ટનો નિકાલ કરવા માટેની નીતિ હેઠળ પાર્કનુ બાંધકામ જલદી કરવામાં આવે જેથી કચરાનો સમયસર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવાનુ કામ દિલ્લી સરકાર કરવા જઈ રહી છે.

હોલંબી કલાં વિસ્તારમાં ઈ-વેસ્ટ પાર્કના પ્રોજેક્ટ માટે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે, તે પ્રોજેક્ટ સંબંધિત વિગતવાર અહેવાલ તૈયાર કરશે. આ ઉપરાંત આ પાર્કને ઈકો પાર્ક તરીકે વિકસાવવા માટેનુ આયોજન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત આ પાર્કને ઈકો પાર્ક તરીકે વિકસાવવા માટેનુ આયોજન તૈયાર કરવામાં આવશે. વધુમાં, કન્સલ્ટન્ટનુ કાર્ય ઈ-વેસ્ટ કલેક્શન અને સ્ટૉક, ટ્રાન્સપોર્ટેશન અને રિસાયક્લિંગ સહિતનુ ઑપરેટિંગ મૉડલ બનાવવુ અને સંસ્થાકીય માળખા સાથે અમલીકરણ વ્યૂહરચના, સ્ટાફિંગની જરૂરિયાત, સ્ટાફિંગ લેવલ અને કૌશલ્યોની ભલામણ કરવાનુ રહેશે અને પ્રોક્યોરમેન્ટ પ્લાન બનાવશે.
દિલ્લી સરકારે ગયા વર્ષે આ પાર્કને વિકસાવવાનો નિર્ણય લીધો હતો. પાર્કના નિર્માણ અને વિકાસની સમગ્ર જવાબદારી એજન્સી દિલ્લી સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (DSIIDC)ને સોંપવામાં આવી છે. દિલ્લી સરકારની નીતિ અનુસાર હોલંબી કલાં વિસ્તારના ઈ-વેસ્ટ પાર્કમાં તમામ ઈ-વેસ્ટ એકત્ર કરવામાં આવશે. ઈ-વેસ્ટને ચેનલાઈઝ કરવા માટે, પાર્કના 12 ઝોનમાં કલેક્શન સેન્ટરો સ્થાપવામાં આવશે. બેટરી, ચાર્જર, લેપટોપ, કોમ્પ્યુટર સિસ્ટમ અને મોબાઈલ ફોનનુ પણ માર્કેટ હશે.
વર્તમાન યુગને ડિજિટલ યુગ કહેવામાં આવે છે. જ્યાં ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં દિલ્લી જેવા શહેરોમાં ઈ-વેસ્ટ ઘણો છે. એક અંદાજ મુજબ દિલ્લીમાં એક વર્ષમાં લગભગ 2 લાખ ટન ઈ-વેસ્ટ જનરેટ થાય છે. આ પહેલા કોઈ નક્કર નીતિ ન હતી પરંતુ હવે દિલ્લી સરકાર રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવાની નીતિ હેઠળ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ પાર્ક બનાવીને વૈજ્ઞાનિક રીતે આ સમસ્યાને દૂર કરવાની યોજના પર કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
