For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 દિવસમાં રાજનૈતિક પાર્ટીઓને 8000 કરોડનું દાન મળ્યું

15 દિવસમાં રાજનૈતિક પાર્ટીઓને 8000 કરોડનું દાન મળ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજનૈતિક દળોને ખુબ દાન મળ્યું છે. ઈલેક્ટોરલ બૉન્ડ દ્વારા રાજનૈતિક દળોને માત્ર 15 દિવસમાં 8000 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જી હાં, દેશના કોર્પોરેટ્સે રાજનૈતિક દળોને 15 દિવસમાં 8000 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. આ ખુલાસો એક આરટીઆઈમાં થયો છે.

15 દિવસમાં 8000 કરોડ રૂપિયાનું દાન

15 દિવસમાં 8000 કરોડ રૂપિયાનું દાન

આરટીઆઈથી મળેલી જાણકારી મુજબ 15 દિવસમાં રાજનૈતિક દળોને 8000 કોડ રૂપિયાનું દાન મળ્યું છે. આરટીઆઈ મુજબ 6 મે 2019થી લઈ 24 મે 2019 સુધી લોકોએ ચૂંટણી બૉન્ડ દ્વારા 8000 કરોડ રૂપિયાનું દાન કર્યું. કોર્પોરેટ્સ જગતના લોકોએ ચૂંટણી બૉન્ડ્સ દ્વારા રાજનૈતિક દળોને આ દાન આપ્યું છે.

શું હોય છે ચૂંટણી બોન્ડ્સ

શું હોય છે ચૂંટણી બોન્ડ્સ

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બૉન્ડ જાહેર કર્યા છે, જેના દ્વારા તમે રાજનૈતિક દળોને દાન આપી શકો છો. એસબીઆઈની 29 બ્રાન્ચમાં આ ચૂંટણી બૉન્ડ્સ સુવિધા ઉપલબ્ધ છે. એસબીઆઈની નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગાંધીનગર, ચંદીગઢ, રાંચી અને બેંગ્લોરની બ્રાન્ચમાં આ સુવિધા ઉપલબ્ધ છે. આ બોન્ડ રાજનૈતિક દાનને મળતા દાનમાં પારદર્શિતા આવવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં મુસલમાનોના સપોર્ટથી આવી રીતે 70માંથી 60 સીટ જીતવા માંગે છે ભાજપ દિલ્હીમાં મુસલમાનોના સપોર્ટથી આવી રીતે 70માંથી 60 સીટ જીતવા માંગે છે ભાજપ

ચૂંટણી બૉન્ડ્સની શરતો

ચૂંટણી બૉન્ડ્સની શરતો

ચૂંટણી બૉન્ડ્સને લઈ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. નિયમ અંતર્ગત એક વ્યક્તિ, સમૂહનો એક કોર્પોરેટ દર મહિનાના પહેલા 10 દિવસમાં એસબીઆઈની નિશ્ચિત બ્રાન્ચમાં ચૂંટણી બૉન્ડ્સ ખરીદી શકે છે. આ ચૂંટણી બૉન્ડ્સ 1000 રૂપિયા, 10,000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 1 કરોડ રૂપિયાના છે. આ બૉન્ડ્સને રોકડમાં ખરીદી શકાય છે. ચૂંટણી બૉન્ડ્સને ખરીદવા માટે તમારા બેંક અકાઉન્ટને કેવાઈસી કરાવવું પડશે. ખાસ વાત એ છે કે બૉન્ડ ખરીદનાર વ્યક્તિએ જણાવવાની જરૂર નથી હોતી કે તે આ બૉન્ડ કોના માટે ખરીદી રહ્યો છે.

English summary
within 15 days political parties got a fund of 8000 crore rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X