ખાલિસ્તાની સમર્થક અમૃતપાલને પટીયાલામાં આશ્રય દેનારી મહિલાની ધરપકડ

Amritpal

પંજાબમાં ફરીથી ખાલિસ્તાનનું ભુત ધુણી રહ્યું છે ત્યારે હવે પોલીસ સતત એક્શનમાં છે. પોલીસની ગિરફ્તમાંથી ફરાર થયેલા અમૃતપાલ સિંહને પકડવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે ત્યારે હવે તેને આશરો આપનારી એક મહિલાને પટીયાલાથી પોલીસે પકડી છે. આ મુદ્દે પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, વારિસ પંજાબ દેનો વડો અમૃતપાલ 6 કલાક સુધી આ મહિલાના ઘરે રોકાયો હતો. આ મહિલાની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ અનુસાર, આરોપી બલબીર કૌરે કથિત રીતે અમૃતપાલ સિંહને આશ્રય આપ્યો હતો. બલબીર કૌરના ઘરે અમૃતપાલ 5 થી 6 કલાક રોકાયો હતો. ત્યારબાદ તે હરિયાણા કુરુક્ષેત્ર ગયો. અહીં જણાવી દઈએ કે, અમૃતપાલ સિંહને આશ્રય આપવાના કેસમાં આ બીજી ધરપકડ છે. આ પહેલા પોલીસે તેજિંદર સિંહ ગિલની ધરપકડ કરી હતી. તેની સામે આઈપીસીની કલમ 212 હેઠળ કેસ નોંધાયો છે. પંજાબ પોલીસ અનુસાર,તેજિંદર ગિલનો ફોન જપ્ત કરાયો છે. આ સિવાય તેની પાસેથી ઝંડો અને ખાલિસ્તાની ચલણ મળી આવ્યુ છે.

અમૃતપાલ સિંહે સમર્થકો સાથે અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અહીં તેને પોલીસ અધિકારીઓ સાથે અથડામણ કરી હતી. હુમલો કરનારાઓની માંગ હતી કે અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તુફાનને મુક્ત કરવામાં આવે. અમૃતપાલના સમર્થકો અહીં બંદૂકો અને તલવારો સાથે પહોંચ્યા હતા. આ પહેલા અમૃતપાલ સિંહે કેન્દ્રીય મંત્રી અમિત શાહને ધમકી આપતાં કહ્યું કે ઈન્દિરા ગાંધીનું જે થયુ તે તમારૂ થશે.

અહીં તમને જણાવી દઈએ કે, અમૃતપાલ 18 માર્ચથી ફરાર છે અને પોલીસ પકડથી દૂર છે. રવિવારે સતત 9મા દિવસે પોલીસ અમૃતપાલની શોધમાં ઓપરેશન ચલાવી રહી છે. નેપાળ બોર્ડર પોસ્ટને એલર્ટ કરી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, ખાલિસ્તાન સમર્થક નેપાળથી ભાગી શકે છે. અમૃતપાલ સિંહ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X