જવાને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંક્યા વૃદ્ધ દંપતિને, એકનું મોત

જ્યારે આ અંગે રેલવે વિભાગનું કહેવું છે કે આરપીએફના જવાનોએ ધક્કો ન્હોતો માર્યો. મહિલા પોતાની ભૂલથી ટ્રેનમાંથી નીચે પડી ગઇ હતી. રેલવે વિભાગ આ મામલાની આખી તપાસ કરી રહ્યું છે. જોકે એસઆઇ રામચંદ્રન અને કોન્સ્ટેબલ સુભાષની સામે ઇરાદાવગરની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ખાનગી ચેનલોન જણાવ્યા અનુસાર આ વૃદ્ધ દંપત્તિ ભૂલથી શતાબ્તી ટ્રેનમાં ચઢી ગયું હતું. સિંચાઇ વિભામાં કામ કરનાર રાજેશ્વર ત્યાગી પત્ની સંતોષની સાથે મુઝફ્ફરનગરથી સહારનપૂર જઇ રહ્યા હતા. બંનેની પાસે એક્સપ્રેસ ટ્રેનની ટિકીટ પણ હતી પરંતુ ભૂલથી તેઓ દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં બેસી ગયા હતા.
ટ્રેનમાં હાજર આરપીએફના બે જવાનોએ આ વૃદ્ધ દંપતિને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. ટ્રેક પર પડી જવાથી સંતોષ દેવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે રાજેશ્વર ગંભીર રીતે ઘાયલ થઇ ગયા.












Click it and Unblock the Notifications
