For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મહિલાએ એકસાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, એકદમ નોર્મલ થઈ ડિલિવરી

હિમાચલ પ્રદેશમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો. મંડીના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઝોનલ હોસ્પિટલમાં મહિલાની એકદમ નોર્મલ ડિલિવરી થઈ.

|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો. મંડીના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઝોનલ હોસ્પિટલમાં મહિલાની એકદમ નોર્મલ ડિલિવરી થઈ. ત્રણ બાળકોની નોર્મલ ડિલિવરીનો આ કેસ ડૉક્ટર્સ માટે પણ કોઈ ચમત્કારથી કમ નથી. એકસાથે ત્રણ બાળકોને જન્મ આપનાર મહિલાની ઉંમર 23 વર્ષ છે અને તે સરાજ વિધાનસભા ક્ષેત્રના તાંદી ગામની રહેવાસી છે. મહિલાનું નામ-ડોલમા દેવી છે. જ્યારે તેના પતિનું નામ છે- ટિકમ રામ. હિમાચલ પ્રદેશમાં આ પહેલા પણ ઘણી મહિલાઓએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો પરંતુ તેમની ડિલિવરી નોર્મલ નહોતી થઈ. નોર્મલ ડિલિવરીનો આ પહેલો કેસ છે.

આ પણ વાંચોઃ ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણોઆ પણ વાંચોઃ ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણો

તપાસમાં પહેલેથી જ માલુમ હતુ - ગર્ભમાં છે 3 શિશુ

તપાસમાં પહેલેથી જ માલુમ હતુ - ગર્ભમાં છે 3 શિશુ

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઝોનલ હોસ્પિટલના ડૉક્ટર્સ મુજબ મહિલાને વહેલા પ્રસવ પીડા થઈ ગઈ જેના કારણે પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ આવ્યા. ડોલમા દેવીએ સવારે 8 વાગે લગભગ એક બાદ એક ત્રણ બાળકોને જન્મ આપ્યા. ત્રણે બાળકોની એકદમ નોર્મલ ડિલિવરી થઈ છે. મહિલા આ પહેલા એક દીકરીને જન્મ આપી ચૂકી છે. આ વખતે તેમને ત્રણ બાળકો થયા છે અને ત્રણે છોકરા છે.

ડૉક્ટરે કહ્યુ - મારા કેરિયરમાં પહેલી વાર થઈ ટ્રેપલેટ્સની નોર્મલ ડિલિવરી

ડૉક્ટરે કહ્યુ - મારા કેરિયરમાં પહેલી વાર થઈ ટ્રેપલેટ્સની નોર્મલ ડિલિવરી

ઝોનલ હોસ્પિટમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર કપિલ મલ્હોત્રાએ જણાવ્યુ કે ડોલમા દેવીના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં પહેલેથી જ માલુમ હતુ કે તેમના ગર્ભમાં ત્રણ શિશુ છે. સવારે 8 વાગે જ્યારે ડોલમા દેવીને લેબર પેઈન શરૂ થયુ તો ડોક્ટર્સને ચિંતા થઈ રહી હતી પરંતુ તેમને બધા લક્ષણો નોર્મલ દેખાયા એટલા માટે તેમણે નોર્મલ ડિલિવરી તરફ જ પગલા લીધા અને વ્યવસ્થિત રીતે ત્રણેની ડિલિવરી થઈ ગઈ. ડૉ. કપિલ મલ્હોત્રાએ જણાવ્યુ કે તેમના કેરિયરનો આ પહેલો મોકો છે જ્યારે તેમણે ટ્રોપ્લેટ્સ ડિલિવરીને એકદમ નોર્મલ રીતે કરાવી હોય. ડૉક્ટરે જણાવ્યુ કે ત્રણે બાળકો એકદમ સ્વસ્થ છે.

પિતા કરાવી રહ્યા છે બધાનું મોઢુ મીઠુ

મહિલા અને ત્રણે બાળકો હજુ પણ ડૉક્ટર્સની દેખરેખમાં છે. ઘરમાં ત્રણ પુત્રો અને તે પણ એકસાથે આવવાથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. બાળકોના પિતા ટિકમ રામ અને પરિવારના અન્ય સભ્યો અન્ય બધાનું મોઢુ મીઠુ કરાવી રહ્યા છે. પરિવારના લોકોએ ડૉક્ટર્સનો પણ આભાર માન્યો છે. તેમનું કહેવુ છે કે ડૉક્ટર્સનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

આ પણ વાંચોઃ મિઝોરમમાં ગરજ્યા રાહુલઃ ભાજપ-RSS ને ખબર છે કે 2019માં તે સત્તામાં નહિ આવેઆ પણ વાંચોઃ મિઝોરમમાં ગરજ્યા રાહુલઃ ભાજપ-RSS ને ખબર છે કે 2019માં તે સત્તામાં નહિ આવે

English summary
woman gave birth to triplets in zonal hospital mandi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X