પૈસાએ પત્નીને ખેલ્યો ખૂની ખેલ, પતિના કર્યા 11 ટૂકડા

બનાવની જાણ અંગે મળેલી માહિતી અનુસાર મહિલાએ મુંબઇ પાસે ટિટવાલામાં પોતાના પતિની કરોડોની સંપત્તિ હડપવા માટે એક સડયંત્ર રચ્યો અને જેઠ તથા કેટલાક લોકો સાથે મળીને તેણે પતિની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ કોઇને પણ શંકા ના જાય તે માટે તેણે પતિના મૃતદેહના 11 ટૂકડા કરી નાંખ્યા હતા અને તેને એક બેગમાં ભરી દીધા હતા. બાદમાં એ બેગ ટિટવાલા પાસે આવેલા શનિ મંદિર પાસે ફેંકી દીધી હતી.
જો કે, બેગને લઇને શંકા પેદા થતાં સ્થાનિક લોકોએ આ બેગ અંગેની માહિતી પોલીસ કર્મીઓને આપી હતી, ત્યારબાદ આ હત્યાનો ખુલાસો થયો હતો. જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે દૂધનો વ્યવસાય કરતો હતો અને તેના નામે કરોડોની સંપત્તિ છે. જે મહિલા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે તે મૃતકની બીજી પત્ની હોવાનું બહાર આવ્યું છે.












Click it and Unblock the Notifications
