બેંગલોર ઇસરો કેમ્પસમાંથી નકલી મહિલા વિજ્ઞાનીની ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ગુરુવારે બેંગલોરના ઓલડ એરપોર્ટ રોડ સ્થિત ઇસરોના ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. આ માટે તેણે સાયન્ટિસ્ટનું આઇકાર્ડ દર્શાવ્યું હતું. ગેસ્ટહાઉસમાં બે દિવસ માટે રોકાયા બાદ તે આજે ઇસરો કેમ્પસ પહોંચી હતી. ઇસરો કેમ્પસમાં પ્રવેશ કરનારી મહિલા પર સીઆઇએસએફના જવાનોને શંકા ગઇ અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
પોતાની ઓળખમાં મહિલાએ નકલી આઇકાર્ડ દર્શાવ્યું હતું. નકલી આઇકાર્ડ જણાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમા મહિલા માનસિક બિમાર હોવાનું બહાર આવ્યું છે. મહિલાનો પતિ પણ આ વાત સ્વીકારી રહ્યો છે. વધુ તપાસમાં મહિલા અમદાવાદની હોવાનું બહાર આવ્યું છે અને તેના લગ્ન કેરળના એલેક્સ સાથે થયા છે. તેનો પતિ હાલ અમદાવાદ રહે છે.












Click it and Unblock the Notifications
