Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહિલા નક્સલીઓએ મહેન્દ્ર કર્મા પર 78 વખત ચાકૂઓના ઘા ઝીંક્યા

જગદલપૂર, 29 મે: નક્સલીયોએ કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્માને મારતા પહેલા ખૂબ જ તડપાવ્યો હતો. મહિલા નક્સલીયોએ કર્માના શરીર પર 78 વખત ચાકૂના ઘા ઝીંક્યા હતા. નક્સલીઓ પોતાના સૌથી મોટા દુશ્મન મહેન્દ્ર કર્માને મોત આવે તે પહેલા તડપતો જોવા માગતા હતા.

નક્સલી હુમલાના પ્રત્યક્ષદર્શી ભરવાડે સીઆરપીએફના કોબરા કમાંડોઝને આ જાણકારી આપી. એક કમાંડોએ આ અંગે મીડિયાને માહિતી આપી કે મહિલા નક્સલીઓ, જેમની સંખ્યા 10થી 12 હતી. તેમણે કર્મા દ્વારા પોતાની ઓળખાણ આપવા છતાં બીજા કોંગ્રેસીઓ પાસે તેની ખરાઇ કરી. જ્યારે નક્સલીઓને એ વાતનો વિશ્વાસ થઇ ગયો કે એ જ કર્મા છે તો તેમણે કર્માની મજાક કરવાનું શરૂ કરી દીધું.

Mahendra karma
પ્રત્યક્ષદર્શી ભરવાડના હવાલાથી સીઆરપીએફના કમાંડોએ જણાવ્યું કે મહિલા નક્સલીઓએ મહેન્દ્ર કર્માને એક તરફ લઇ જઇને ચારેબાજુથી ઘેરી લીધા અને તેમની છેલ્લી ઇચ્છા પૂછવા લાગ્યા. કર્માને પૂછ્યું કે તેઓ છેલ્લી ઘઢીમાં નવા કપડા પહેરવા પસંદ કરશે કે નહીં. એક નક્સલીને તેમની કારમાંથી લંચ લાવવા માટે મોકલવામાં આવ્યો.

કર્મા શાંત હતા અને તેમના હાથ પાછળની બાજુ બાંધેલા હતા. આ બધાની વચ્ચે એક મહિલા નક્સલીએ કર્માની પીઠ પાછળ ગોળી મારી દીધી. પરંતુ તે નીચે પડ્યા નહીં. બીજી બાજુ મહિલા નક્સલીએ લાકડીઓના ફટકા મારીને તેમના પગને ઇજાગ્રસ્ત કરી નાખ્યો અને તે પડી ગયા. ત્યારબાદ મહિલા નક્સલીઓએ મળીને તેમના શરીર પર ચાકૂના ઘા ઝીંક્યા. નક્સલીઓએ આ પહેલા પણ હુમલાની જવાબદારી સ્વીકારતા કહી ચૂક્યા છે કે તેમનો ઉદ્દેશ્ય સલવા જુડમ માટે મહેન્દ્ર કર્માને સજા આપવાનો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X