લૉકડાઉનને કારણે સ્કૂલમાં રોકાયેલી મહિલા પર ગેંગરેપ, 3ની ધરપકડ
લૉકડાઉનને કારણે સ્કૂલમાં રોકાયેલી મહિલા પર ગેંગરેપ, 3ની ધરપકડ
જયપુરઃ એકતરફ આખો દેશ કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યો છે, તો બીજી તરફ લૉકડાઉનમાં અપરાધીઓ પોતાના કાળા કર્તૂતને કારણે સમાજ પર કલંક લગાવી રહ્યા છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાથી તાજા મામલો સામે આવ્યો છે, જ્યાં લૉકડાઉનમાં ફસાયેલ મહિલાની સ્કૂલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં ત્રણ લોકોએ તેની પર ગેંગરેપ કર્યો, ઘટનાની તરત બાદ એક્શનમાં આવેલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે મામલામાં લાપરવાહી વરતવાને પગલે એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

મહિલા પર ગેંગરેપ
પોલીસ મુજબ પીડિત મહિલા જયપુરમાં એક ભાડાના મકાનમાં રહેતી હતી, મહિલાનો દીકરો 2015થી ગેંગરેપ અને POCSOના મામલામાં આરોપી છે. મહિલાને પણ આ મામલે આોપી બનાવવામાં આવી હતી, 2019માં તેને ચોડી મૂકવામાં આવી. હાલમાં જ કોરોનાના વધતા મામલાને જોતા તેના દીકરાને જયપુરથી દૌસા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. લૉકડાઉન પહેલા જ તે પોતાના દીકરાને મળવા માટે ગઈ હતી, પરંતુ લૉકડાઉનને પગલે તે પાછલા એક મહિનાથી સવાઈ માધોપુરમાં ફસાઈ ગઈ હતી.

ત્રણની ધરપકડ
આ દરમિયાન મહિલાએ પગપાળા જયપુર જવાનું મન બનાવી લીધું. 23 એપ્રિલે તે એક ગામ પહોંચી, જેની સૂચના ત્યાંના ગ્રામજનોએ એક હેડકોન્સ્ટેબલને આપી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલે 40 લોકોની હાજરીમાં તેને સ્થાનિક સ્કૂલમાં રોકવાનો ફેસલો લીધો. સાંજ થયા બાદ સ્કૂલના શિક્ષકો ઘરે ચાલ્યા ગયા, જે બાદ ત્રણ લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો. પોલીસે મામલામાં ત્રણેય આરોપી ઋષિકેશ મીણા, લખન રેગર અને કમલ ખરવાલની ધરપકડ કરી લીધી છે.

હેડ કોન્સ્ટેબલની લાપરવાહી ભારે પડી
મામલામાં સવાઈ માધોપુરના એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું કે પાછલા એક મહિનાથી મહિલા સવાઈ માધોપુરમાં ફરી રહી હતી. એવામાં હેડ કોન્સ્ટેબલે સમજ્યા વિચાર્યા વિના તેને સ્કૂલમાં રોકાવી દીધી. બલકે તેને એવી જગ્યાએ રોકવાની હતી જ્યાં મહિલાઓ રોકાણી હોય. હેડ કોન્સ્ટેબલની લાપરવાહીને પગલે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ જલદી જ આવી જશે. પોલીસે મામલો નોંધી તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
