ભારતીય પોલીસ દળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 5.33 ટકા

women-in-police
નવી દિલ્હી, 1 એપ્રિલ : દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે મજબૂત કરવા માટે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત કરવામાં આવે છે. ત્યારે દેશના પોલીસ ફોર્સમાં મહિલાઓની સંખ્યા માત્ર 5.33 ટકા જ છે.

આ અંગે ગૃહ મંત્રાલયે આપેલા આંકડાઓ અનુસાર રાજ્ય પોલીસ દળના કુલ 15, 85, 117 કર્મચારીઓમાંથી મહિલાઓની સંખ્યા માત્ર 84,479 એટલે કે 5.33 ટકા જ છે. આ ઉપરાંત દેશના 15000 પોલીસ સ્ટેશન્સમાં મહિલા પોલીસ સ્ટેશન્સની સંખ્યા માંડ 499 જેટલી છે.

રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બરના રોજ એક 23 વર્ષીય છોકરી સાથે થયેલી સામૂહિક બળાત્કાળની ઘટના બાદ પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધારવાની વ્યાપક માંગ ઉઠી છે. વર્ષ 2011માં મહિલાઓની વિરુદ્ધ અપરાધના 2,28,650 કેસ નોંધાયા હતા. તેમાંથી 24,206 કેસ બળાત્કાળના હતા.

ઉત્તર પ્રદેશમાં પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા 1,73,341 છે. જેમાંથી 2,586 એટલે કે 1.49 ટકા મહિલા પોલીસ કર્મચારીઓ છે. આંધ્રપ્રદેશમાં પણ 89,325 પોલીસ કર્મચારીઓમાંથી મહિલાઓની સંખ્યા 2,031 એટલે કે માંડ 2.27 ટકા છે.

બિહારમાં 67,964 પોલીસ કર્મચારીઓ છે. જેમાં 1,485 (2.18 ટકા) મહિલાઓ છે. મધ્યપ્રદેશમાં 2011માં બળાત્કારના સર્વાધિક કિસ્સાઓ નોંધાયા હતા. ત્યાં પણ 76,506 પોલીસ કર્મચારીઓમાંથી માત્ર 3010 (3.93 ટકા) મહિલા કર્મચારીઓ છે.

મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ચંદીગઢમાં પણ પોલીસ દળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ થોડું સારું છે. મહારાષ્ટ્રમાં 14.89 ટકા, તમિલનાડુમાં 10.57 ટકા અને ચંદીગઢમાં 13.48 ટકા મહિલાઓ પોલીસ કર્મીઓ છે. જ્યારે દિલ્હીમાં માત્ર 7.13 ટકા જ મહિલા પોલીસ કર્મી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X