મહિલા અનામત બિલને રાષ્ટ્રપતિની મળી મંજુરી, સરકારે જારી કરી નોટિફિકેશન
મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ ભારત સરકારે મહિલા અનામત બિલ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
તમને જણાવી દઈએ કે આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પાસ થયું હતું. આ પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેને કાયદા તરીકે લાગુ કરવામાં આવશે.

જો આ કાયદો પસાર થશે તો મહિલાઓને સંસદ અને વિધાનસભામાં 33 ટકા અનામતનો લાભ મળશે. એટલે કે લોકસભામાં 181 સીટો (33 ટકા) મહિલાઓ માટે અનામત રહેશે. એટલું જ નહીં, વિધાનસભામાં પણ 33 ટકા અનામત આપવામાં આવશે.
ધારો કે બિહારમાં વિધાનસભાની 243 બેઠકો છે, તો તેમાંથી 81 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જ્યારે યુપીમાં વિધાનસભાની 400 બેઠકો છે, જેમાં 133 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે મહિલા અનામત બિલ માટે વસ્તી ગણતરી અને સીમાંકન 2024 પછી થશે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને આનો ફાયદો થશે.
Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C
— ANI (@ANI) September 29, 2023
મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ તેને વહેલી તકે લાગુ કરવાની માગણી કરી છે, ત્યારે તેમણે એમ પણ કહ્યું છે કે ઓબીસી (અન્ય પછાત વર્ગ) અને મુસ્લિમ મહિલાઓને પણ તેમાં સામેલ કરવામાં આવે.
20 સપ્ટેમ્બરે લોકસભામાં મહિલા અનામત બિલ પસાર કરવા માટે મતદાન થયું હતું. આ બિલની તરફેણમાં 454 અને તેની વિરુદ્ધમાં બે વોટ પડ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના બે સાંસદોએ તેની વિરુદ્ધ વોટ કર્યો હતો. આ બિલને પસાર કરવા માટે 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પણ મતદાન થયું હતું. જેમાં કુલ 454 વોટ પડ્યા હતા જ્યારે વિરોધમાં 0 વોટ પડ્યા હતા.












Click it and Unblock the Notifications
