ભારત બાંગ્લાદેશ વચ્ચે નવા રેલમાર્ગના નિર્માણકાર્યને મળી લીલીઝંડી

બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લાના ઉપાયુક્ત નૂર મોહંમદ મજુમદેરે સંવાદદાતાઓને કહ્યું હતું કે જરૂરી સર્વેક્ષણનું કામ પુરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશની યોજના આયોગની મંજૂરની રાહ જોવામાં આવી રહી છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે માર્ગનું નિર્માણ કાર્ય આ વર્ષના અંત સુધી ચાલુ થઇ જશે.
ભારતીય અધિકારીઓ સાથે બે દિવસીય બેઠક બાદ મજુમદેરે કહ્યું હતું કે જમીન સંપાદનનું કામ ચાલુ છે અને કામ કરવા માટે જરૂરી નિવિદા જલદી જ રજૂ કરવામાં આવશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની જાન્યુઆરી 2010માં ભારત યાત્રા દરમિયાન તેમના અને વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે થયેલા એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉત્તરી સીમાંત રેલવેના એક અધિકારીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે પરિયોજના પર કુલ 252 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
