World Athletics Championship : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ફાઈનલ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો છે.
World Athletics Championship : ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ફાઈનલ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો છે. જોકે, તેણે બે રાઉન્ડમાં ફાઉલ ફેંક્યો, જેના કારણે તે ગોલ્ડ મેડલ જીતી શક્યો નહીં.
વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વોલિફાયર રાઉન્ડમાં નીરજ ચોપરાએ 88.39 મીટર સુધી બરછી ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. નીરજ ચોપરાની કારકિર્દીનો આ ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. નીરજ ચોપરાએ ફાઈનલ મેચમાં 86.37 મીટરનું અંતર ફેંક્યું હતું. એન્ડરસન પીટર્સે 90 મીટરથી વધુના થ્રો સાથે ગોલ્ડ જીત્યો જ્યારે જેકબ વેડલેશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

નીરજ ચોપરાની શરૂઆત સારી ન હતી
ફાઈનલ મેચમાં નીરજ ચોપરાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે પહેલો થ્રો ફાઉલ કર્યો હતો. બીજા પ્રયાસમાં નીરજે 82.39 મીટરલાંબા અંતરના થ્રો સાથે ચોથા સ્થાને સ્થાન મેળવ્યું હતું.
ત્રીજા પ્રયાસમાં નીરજે 86.37 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને પોતાનું સ્થાન જાળવીરાખ્યું હતું, જે બાદ ચોથા પ્રયાસમાં નીરજ 88.13 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો, પરંતુ પાંચમા પ્રયાસમાં નીરજ ચોપરાએફાઉલ થ્રો ફેંક્યો, જેના કારણે તે પાંચમા સ્થાને સરકી ગયો હતો. જોકે, તેમ છતાં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો છે.

19 વર્ષ બાદ ભારતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો
ઉલ્લેખનીય છે કે, ભારતે આજે પહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં માત્ર એક જ મેડલ જીત્યો હતો. ભારતની અંજુ બોબી જ્યોર્જે2003માં લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
19 વર્ષ બાદ ભારતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે. નીરજ ચોપરાનાતમામ 6 થ્રો વિશે વાત કરીએ તો તેમાં તેણે ત્રણ થ્રો ફાઉલ હતા.

પ્રથમ, પાંચમા અને છઠ્ઠા થ્રો ફાઉલ
નીરજ ચોપરા પ્રથમ, પાંચમા અને છઠ્ઠા થ્રો ફાઉલને કારણે ગોલ્ડ મેડલથી દૂર થઈ ગયો હતો. પરંતુ સારી વાત એ છે કે બાકીના ત્રણેય થ્રોનીરજે ખૂબ જ સારી રીતે ફેંક્યા હતા.
બીજી તરફ ગોલ્ડ મેડલ જીતનાર એન્ડરસનની વાત કરીએ તો તેણે 90 મીટરથી વધુના અંતરે સતતબે થ્રો ફેંક્યા હતા. તે જ સમયે, નીરજ ચોપરા સિવાય, રોહિત યાદ પણ ફાઇનલ મેચમાં ભારતની તરફેણમાં પહોંચ્યો હતો, પરંતુ માત્ર ત્રણથ્રો બાદ તે ટોપ 8માંથી બહાર થઈ જતાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો.












Click it and Unblock the Notifications
