World Cup Final : 20 વર્ષ બાદ ફરીથી મેદાન પર ભારત-વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, દાદાનો બદલો લેવા મેદાને ઉતરશે ઈન્ડિયા

વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈલનમાં જગ્યા પાક્કી કરી લીધી છે. હવે ફરી એક વખત ફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા હશે.

વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર અને રવિવારે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 20 વર્ષ જુનો બદલો લેવા મેદાને ઉતરશે.

World Cup Final

વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં રમવા જઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં સામસામે આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ આ મેચ આસાનીથી જીતી લીધી હતી. સૌરવ ગાંગુલીની કપ્તાની વાળી ભારતીય ટીમ 2003 વર્લ્ડ કપની અંતિમ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી.

ફાઈનલમાં ભારતીય ટીમ 20 વર્ષ બાદ જૂની હારનો બદલો લેવા પુરી તાકાત લગાવશે. ભારતીય ટીમે અત્યાર સુધી જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતા ભારતીય ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતનો સિલસિલો જાળવી રાખીને ટ્રોફી પર કબજો કરવા ઈચ્છશે. અહીં રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે ઈતિહાસ રચવાની તક છે.

વર્ષ 2011માં ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

ભારતીય ટીમે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં તેનું છેલ્લું ICC ટાઇટલ જીત્યું હતું. રોહિત શર્માની કપ્તાનીમાં ભારત પાસે 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાની તક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X