For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્વનો દિવસઃ ગાંધી જયંતિ પર લેહમાં દુનિયાના સૌથી મોટા ખાદીના તિરંગાનુ અનાવરણ

ગાંધી જયંતિ પર દુનિયાનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજ લેહમાં લગાવવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં મહાત્મા ગાંધી જયંતિ મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે અલગ-અલગ કાર્યક્રમો આયોજિત કરીને બાપૂને યાદ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન દુનિયાનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજ લેહમાં લગાવવામાં આવ્યો. લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાદીના કપડાથી બનેલા તિરંગાનુ અનાવરણ કર્યુ. આ દરમિયાન સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ હાજર રહ્યા.

khadi flag

દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની રાજધાની લેહની જનસ્કાર પહાડી પર આ તિરંગાને લગાવ્યો છે. માહિતી મુજબ ધ્વજની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ અને વજન 1000 કિલગ્રામ છે. આ તિરંગાને મુંબઈની એક પ્રિન્ટિંગ કંપનીની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ તિરંગાને તૈયાર કરવા માટે લગભગ 4500 મીટર ખાદીના કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તિરંગો કુલ 35,500 વર્ગ ફૂટના વિસ્તારનો કવર કરે છે. આ રાષ્ટ્રીય ધ્વજને બનાવવા માટે 70 કારીગલોને 49 દિવસ લાગ્યા છે. જુઓ વીડિયો..

વાસ્તવમાં, સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે લદ્દાખના 2 દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સાથે આ કાર્યક્રમમાં શામેલ થયા. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ધ્વજ અનાવરણને ભારત માટે બહુ ગર્વની ક્ષણ ગણાવી. માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યુ કે ગાંધીજીની જયંતિ પર લદ્દાખના લેહમાં દુનિયાના સૌથી મોટા ખાદીના તિરંગાનુ અનાવરણ કરવામાં આવ્યુ. હું આ ભાવને સલામ કરુ છુ, જે બાપૂની સ્મૃતિને યાદ કરે છે. ભારતીય કારીગરોને પ્રોત્સાહન આપે છે અને રાષ્ટ્રનુ સમ્માન કરે છે.

આર્મી ચીફે ઈન્ડિયા ટુડે સાતે વાતચીતમાં કહ્યુ કે ચીન સીમા પર હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ ચીનની સેનાએ પોતાની સીમામાં ઘણુ નિર્માણ કાર્ય કર્યુ છે. ચીને ફૉરવર્ડ ક્ષેત્રોમાં તૈનાતી પણ વધારી છે, જે આપણા માટે ચિંતાની વાત છે. પરંતુ અમે સંપૂર્ણપણે સાવચેત છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. આર્મી ચીફે જણાવ્યુ કે સીમા પર તણાવ ઘટાડવા માટે ચીન સાથે વાતચીત પણ સતત ચાલી રહી છે. ચીન સાથે અત્યાર સુધી 12 દોરની વાતચીત થઈ ચૂકી છે અને જલ્દી આગલા દોરની વાતચીત થશે.

English summary
World's largest Khadi national flag installed in Leh on Mahatma Gandhi Jayanti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X