For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2016માં તૈયાર થશે સંસારનું સૌથી મોટું વૈદિક મંદિર

By Super
|
Google Oneindia Gujarati News

worship-temple
કોલકતા, 26 ફેબ્રુઆરીઃ વિશ્વના સૌથી મોટા વૈદિક મંદિર 'ચંદ્રોદય મંદિર'નું ઉદ્દઘાટન 2016માં કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના માયાપુર ખાતે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કંશસનેસ(ઇસ્કોન)એ સોમવારે આ અંગે માહિતી આપી હતી.

ઇસ્કોનના એક અધિકારીએ જણાવ્યું કે, 340 ફૂટ ઉંચા આ મંદિરને 37.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. 16મી સદીના સંત અને સમાજ સુધારક ચૈતન્ય મહાપ્રભુના નાદિયા જિલ્લામાં સ્થિત જન્મસ્થળ પર તેને બનાવવામાં આવી રહ્યું છે. આ વૈદિક જ્ઞાન, સંસ્કૃતિ અને વિજ્ઞાનનું કેન્દ્ર હશે.

ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરનું નિર્માણ કાર્ય 2010માં શરૂ થશે. ઓટોમોબાઇલના અગ્રદૂત રહેલા અમેરિકાના હેનરી ફોર્ડના વંશજ અલ્ફ્રેડ બુશ ફોર્ડે તેના પ્રથમ ચરણમાં જે ખર્ચ આવવાનો છે જેની જવાબદારી ઉઠાવી છે. તેમણે કહ્યું કે, ચંદ્રોદય મંદિર વિશ્વનું આકર્ષણ હશે. અહીં વિશ્વભરમાંથી ભક્તો આવશે. ફોર્ડ મંદિરના ચેરમેન પણ છે.

તેમણે કહ્યું, 'આ ઐતિહાસિક પરિયોજના કોઇ વ્યક્તિ અથવા સમૂહને નહીં પરંતુ સમગ્ર માનવ જાતિ સાથે જોડાયેલી છે.' ઇસ્કોનના અધિકારીએ જણાવ્યું કે મંદિરનો વિસ્તાર 425,000 વર્ગ ફૂટ હશે. અહીં ભારતના સૌથી મોટા અત્યાધુનિક 75 ફૂટ લાંબા ગુંબદવાળા તારામંડળ પણ હશે. તેમણે આગળ જણાવ્યું, 'આ વિશાળકાય મંદિરના ઉદ્દઘાટન માટે અમે લોકો એકસાથે અમેરિકા અને ભારતના રાષ્ટ્રપતિને આમંત્રિત કરીશું.'

English summary
Iskcon said the world's largest Vedic temple 'Chandrodaya Mandir', which is under construction at West Bengal's Mayapur, would be inaugurated in 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X