For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથ મંદિરમાં 11 સપ્ટેમ્બરથી વિવિધત પૂજા શરૂ થશે

|
Google Oneindia Gujarati News

kedarnath-temple
કેદારનાથ, 10 સપ્ટેમ્બર : ઉત્તરાખંડમાં ભૂસ્‍ખલનની દુર્ધટના બાદ કેદારનાથની પૂજા ફરીથી શરૂ કરવાની તૈયારીઓ તેના છેલ્લા તબક્કામાં છે. ઉખીમઠથી હેલિકોપ્‍ટર મારફતે કેદારનાથની મૂર્તિને લાવીને ફરી પ્રસ્‍થાપિત કરવામાં આવશે. મંદિર સમિતિના પ્રવક્‍તાનું કહેવું છે કે 11 સપ્‍ટેમ્‍બરે સવારે 7 વાગ્‍યાથી ર્ધામિક વિધિ પ્રમાણે પૂજા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 16 અને 17 જૂનના રોજ ભગવાન કેદારનાથના ધામમાં વાદળ ફાટવાથી મહાપ્રલયની સ્‍થિતિ સર્જાઈ હતી જેમાં ભગવાનનું પરમ ધામ ખંડેર બની ગયું હતું અને ભૂસ્‍ખલનના લીધે અનેક માર્ગો નામશેષ બન્‍યા હતા. આ દુર્ધટનામાં અનેક ભક્‍તોએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા. ભુસ્‍ખલનના લીધે સર્જાયેલી પરિસ્‍થિતિના કારણે કેદારનાથને જોડતા માર્ગો હજુ પણ તૂટેલા છે.

જો કે આવી સ્‍થિતિ વચ્‍ચે પણ આસ્‍થાના પરમ ધામ કેદારનાથમાં મહાદેવની પુનઃ પૂજા શરૂ કરવાની તૈયારીઓ તેના અંતિમ પડાઓમાં છે. પૂરતી સુવિધાઓનો વિકાસ ન થઈ શક્‍યો હોવાથી કેદારનાથમાં અત્‍યારે તો માત્ર 30 સાધુઓ કેદારનાથની પૂજા શરૂ કરશે.

જોકે કેદારનાથની યાત્રા ક્‍યારે શરૂ થશે તે અંગે કોઈ અનુમાન જાહેર કરવામાં આવ્‍યું નથી. મંદિર સમિતિના જણાવ્‍યા મુજબ 11 સપ્‍ટેમ્‍બરે ઉખીમઠથી હેલિકોપ્‍ટર મારફતે કેદારનાથની ર્મૂતિને લાવીને મૂળ સ્‍થાને ફરી પ્રસ્‍થાપિત કરવામાં આવશે અને સવારે સાત વાગે હિંદુ ધર્મના પવિત્ર સર્વાર્થસિદ્ધિ અમળત યોગમાં પૂર્ણ ર્ધામિક વિધિવિધાન સાથે ભગવાનની પૂજા શરૂ કરવામાં આવશે.

આ અંગે ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી વિજય બહુગુણાએ જણાવ્‍યું હતું કે લોકોની આસ્‍થા ટકાવી રાખવા ભગવાનની પૂજા શરૂ કરી દેવાશે. શંકરાચાર્યજી નજીકના સમયમાં 90 વર્ષના થઈ રહ્યા છે ત્‍યાં સુધી પ્રશાસન તમામ માળખાકીય સુવિધાઓ વિકસાવી કેદારનાથની યાત્રા શરૂ કરી શંકરાચાર્ય તેમના જન્‍મ દિવસની ભેટ આપવામાં આવશે.

English summary
Worship in Kedarnath temple will start from 11 Septmber
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X