'હેડલીને ઓછી સજા મળવાથી ભારત દુ:ખી'

salman khurshid
નવી દિલ્હી, 25 જાન્યુઆરી: અમેરિકાની એક કોર્ટે મુંબઇ આતંકી હુમલાનો દોષી પાકિસ્તાન મૂળનો અમેરિકન નાગરિક અને લશ્કર એ તોયબાના આતંકવાદી ડેવિડ હેડલીને 35 વર્ષની સજા સંભળાવી છે. હેડલીને આપવામાં આવેલી આ સજા બાદ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે શુક્રવારે જણાવ્યું કે જો હેડલીની સામે ભારતમાં ટ્રાયલ થઇ હોત તો તેને 'હજુ વધારે સજા' આપવાનો પક્ષ રાખતો અને તેને અપાવતો પણ ખરા. તેને ઓછી સજા મળવાથી ભારતને નિરાશા છે.

એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં ખુર્શીદે જણાવ્યું કે જો અમે તેની ટ્રાયલ કરી હોત તો તેને વધુ સજા મળે તેવું ઇચ્છતા. એક સમજુતી અંતર્ગત અમેરિકન ફરિયાદી એ વાત સાથે સહમત થઇ ગયા હતા કે હેડલીને મૃત્યુદંડ નહી માંગે અને તેને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતને સોપવામાં નહી આવે.

હેડલી સામે ભારતમાં કેસ ચાલશે એવા પ્રશ્નના જવાબમાં ખુર્શીદે જણાવ્યું કે આ સવાલનો જવાબ માત્ર ફરિયાદી પક્ષ જ આપી શકે છે. આ અંગે હું કોઇ ટિપ્પણી કરી શકુ નહી. તેમણે જણાવ્યું કે ભારત હેડલીના પ્રત્યાર્પણ મામલે ભારતમાં સુનવણી માટે સતત દબાણ બનાવતું રહ્યું છે. જોકે એ જાણીને આનંદ થયો કે હેડલીને આ અંગે દોષી ઠેરવામાં આવ્યો અને તેને 35 વર્ષની સજા ફટકારવામાં આવી.

જ્યારે કેન્દ્રીય ગૃહ સચિવ આર. કે સિંહે જણાવ્યું કે અમે હજી પણ હેડલીના પ્રત્યાર્પણની માંગ કરીએ છે. તેમણે જણાવ્યું કે ભારત ડેવિડ હેડલી અને મુંબઇ હુમલામાં સામેલ લોકો માટે મોતની સજાની માંગ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X