Wrestler Protest : કુસ્તીબાજોને મળ્યો નીરજ ચોપડાનો સાથ, કહી દીધી આ મોટી વાત

Wrestler Protest : ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ સામે લગભગ ત્રણ મહિના બાદ ફરીથી દેશના આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજોએ બાયો ચડાવી છે. હાલ કુસ્તીબાજો લડી લેવાના મુડમાં છે. આ દરમિયાન તેમને નીરજ ચોપડાનો પણ સાથ મળ્યો છે.

બજરંગ પુનિયા અને વિનેશ ફોગટ સહિત દેશના ટોચના કુસ્તીબાજો રવિવારના રોજ ફરી જંતર-મંતર પહોંચ્યા અને વિરોધ કરવા અને સરકાર પાસે WFI (રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોની તપાસ કરતી મોનિટરિંગ કમિટીના રિપોર્ટને જાહેર કરવા માંગ કરી હતી.

Wrestler Protest

રેસલર્સને મળ્યો નીરજ ચોપરાનો સપોર્ટ - રેસલર્સને રેસલિંગ પ્લેયર્સના સપોર્ટ સાથે સાથે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો સાથ મળ્યો છે. નીરજ ચોપરાએ WFI ના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ન્યાય મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અધિકારીઓને વિનંતી કરી છે.

નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, જે લોકો પર આરોપ છે, તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. નીરજ ચોપરાએ કુસ્તીબાજો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતો મેસેજ લખ્યો હતો. સંદેશમાં તેમણે લખ્યું હતું કે, મને એ જાણીને દુઃખ થાય છે કે, આપણા દેશના એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓએ દેશને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે.

તેમણે આગળ લખ્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દરેક વ્યક્તિ અથવા રમતવીરની ગરિમાની રક્ષા કરવા માટે જવાબદાર છીએ. ખેલાડીઓ સાથે જે થઈ રહ્યું છે, તે ક્યારેય ન થવું જોઈએ. તે એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શી રીતે ન્યાય કરવાની જરૂર છે. તેમને ન્યાય મળે તેની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Wrestler Protest

કેટલાક મહિના પહેલા રેસલર્સે ઉઠાવ્યો હતો મુદ્દો - ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાક્ષી મલિક અને રવિ દહિયા સહિતના રેસલર્સે જાન્યુઆરીમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મેરેથોન વાતચીત બાદ તેમના ત્રણ દિવસની હડતાલ સમાપ્ત કરવામાં આવી હતી. ઠાકુરે આરોપોની તપાસ માટે અનુભવી બોક્સર એમસી મેરી કોમના નેતૃત્વમાં પાંચ સભ્યોની નિરીક્ષણ સમિતિની જાહેરાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X