બળાત્કારી માટે પ્રચાર અને શોષણ કરનારાના પુત્રને ટિકીટ, બીજેપીએ બ્રિઝ ભૂષણના પુત્રને ટિકીટ આપતા રેસલરો નિરાશ
આજકાલ દેશમાં બળાત્કારીઓ અને શારીરિક શોષણ કરનારા નેતાઓને કોઈ લાજ શરમ નથી રહી. એક તરફ નરેન્દ્ર મોદી બળાત્કારી માટે પ્રચાર કરે છે તો બીજી તરફ પહેલવાનોનું શોષણ કરનારાના પુત્રને ટિકીટ આપે છે.
પહેલવાનોનું શારીરિક અને માનસિક શોષણ કરનારા બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્રને બીજેપીએ ઉત્તર પ્રદેશના કૈસરગંજથી ટિકિટ આપી છે.

છ વખતના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ જે રીતે વિવાદોમાં રહ્યા તેના કારણે પાર્ટીએ તેમના પુત્ર કરણ ભૂષણને કૈસરગંજ લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.
કરણ ભૂષણ સિંહને ઉમેદવાર બનાવ્યા બાદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનારા રેસલરોએ નારાજગી વ્યક્ત કરી છે.
બ્રિજભૂષણ શરણ સિંહ ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ હતા. તેના પર મહિલા રેસલરો દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ઘણા દિવસો સુધી રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. મહિલા રેસલરોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
બ્રિજ ભૂષણ શરણ સિંહના નાના પુત્ર કરણ ભૂષણને ભાજપે કૈસરગંજથી ટિકિટ આપી છે. કરણ ભૂષણને ટિકિટ મળ્યા બાદ રેસલર સાક્ષી મલિકે કહ્યું કે ભારતની દીકરીઓ હારી ગઈ અને બ્રિજ ભૂષણ જીતી ગયા.
સાક્ષી મલિકે કહ્યું કે, અમે બધાએ અમારી કારકિર્દી દાવ પર લગાવી દીધી, ઘણા દિવસો રસ્તા પર વિતાવ્યા પરંતુ આજ સુધી બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવી નથી. અમે માત્ર ન્યાયની માગણી કરી રહ્યા હતા, પરંતુ ધરપકડ તો દૂર તેના પુત્રને ટિકિટ મળી છે, જેણે ભારતની કરોડો દીકરીઓનું મનોબળ તોડી નાખ્યું.
સાક્ષીએ કહ્યું કે, ટિકિટ પરિવારમાં રહી, એક માણસ સામે સરકાર આટલી નબળી કેમ? તમને ભગવાન રામના નામ પર જ વોટ જોઈએ છે તો તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનું શુ?
સાક્ષી મલિકની માતા સુદેશ મલિકે કહ્યું કે, અમે બધા ખૂબ જ દુઃખી અને નિરાશ છીએ. રેસલરોને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને કરણને ટિકિટ મળી છે, તે દર્શાવે છે કે કોઈને અમારી પરવા નથી.
મારી પુત્રીએ પ્રદર્શન દરમિયાન કુસ્તી છોડી દીધી હતી. બજરંગ અને વિનેશે નિરાશ થઈને તેમનું રાષ્ટ્રીય સન્માન પરત કર્યું. પરંતુ હવે એવું લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
