Wrestlers in Haridwar : નરેશ ટિકૈતે પહેલવાનોને મેડલ વિસર્જીત કરવાથી રોક્યા, 5 દિવસનો સમય માંગ્યો
દેશમાં તાનાશાહીનું પ્રતિક બનેલા પીએમ મોદી અને તેની સરકાર દેશ માટે મેડલ જીતનારા પહેલવાનોને પણ કંઈ નથી સમજતી. આ જ કારણ છે કે સંસદ ભવન બહાર મહિલા પહેલવાનોને લાઠીઓથી માર્યા બાદ પહેલવાનોએ મેડલને ગંગામાં વિસર્જીત કરવાની જાહેરાત કરી છે.
રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર કોઈ કાર્યવાહી ન થતા પહેલવાનોની ધીરજ ખુટી રહી છે.

ધરપકડની માંગ સાથે પહેલવાનો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મંગળવારે વિરોધ દર્શાવવા મેડલને ગંગામાં વિસર્જીત કરવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ આ મહિલા પહેલવાનો હરિદ્વારમાં એકઠી થઈ હતી. અહીં તેમની સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. અહીં પહેલવાનો મેડલ વિસર્જીત કરે એ પહેલા જ નરેશ ટિકૈતે રોક્યા હતા.
#WATCH | Naresh Tikait arrives in Haridwar where wrestlers have gathered to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations. He took medals from the wrestlers and sought five-day… pic.twitter.com/tDPHRXJq0T
— ANI (@ANI) May 30, 2023
ખેડૂત નેતા નરેશ ટિકૈતે પહેલવાનોને ગંગામાં વિસર્જીત કરતા રોક્યા હતા અને 5 દિવસનો સમય માંગ્યો હતો. આ દરમિયાન રેસલર્સ ભાવુક થયા હતા. ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું કે, અમને ફક્ત 5 દિવસનો સમય આપો.
અહીં તમને જણાવી દઈએ કે, 28 મેના રોજ ક્રિકેટર અનિલ કુંબલેએ પહેલવાનોનેા સર્મર્થનમાં દિલ્હી પોલીસની કાર્યવાહીની નિંદા કરી હતી. પહેલવાનોને સમર્થન આપતાં કુંબલેએ કહ્યું કે, 28 મેના રોજ અમારા કુસ્તીબાજો પર થયેલા હુમલા વિશે સાંભળીને નિરાશા થઈ. યોગ્ય વાતચીત દ્વારા કોઈપણ બાબતનો ઉકેલ લાવી શકાય છે. વહેલી તકે ઉકેલ આવે.
અહીં તમને જણાવી દઈએ કે, 28 મેના રોજ દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાનો વિરૂદ્ધ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે બેરિકેડિંગ કરીને પહેલવાનોને રોક્યા હતા. આ દરમિયાન પહેલવાનો સાથે મારામારી થઈ હતી.












Click it and Unblock the Notifications
