Wrestlers Protest : બ્રિજ ભૂષણ શરણ સિંહ સિંહ વિરૂદ્ધ પહેલવાનોની કેન્ડલ માર્ચ, કહ્યું- અમારી લડાઈ અન્યાય વિરૂ
ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનારા પહેલવાનોને ન્યાય માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લાંબા સંઘર્ષ બાદ પણ પહેલવાનોને ન્યાય ન મળતા હવે પહેલવાનોએ કેન્ડલ માર્ચ યોજીને ન્યાયની માંગ કરી છે.
ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને કૈસર ગંજ લોકસભા બેઠકથી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોનો વિરોધ હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. રવિવારે મોટી સંખ્યામાં લોકો સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ જંતર-મંતર પર કેન્ડલ માર્ચ યોજીને કાર્યવાહીની માંગ કરી હતી. હવે આરપારની લડાઈની વાત કરતા પહેલવાનોએ સરકારને કાર્યવાહી માટે 15 દિવસનો સમય આપ્યો છે.
જંતર-મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનોએ WFI અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ન્યાયની માંગમાં હવે ખેડૂત સંગઠન પણ જોડાયા છે. હવે આવનારા સમયમાં પહેલવાનો પોતાની લડાઈને મજબુત કરશે એ નિશ્ચિત છે.
કેન્ડલ માર્ચ બાદ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, જો 21 મે સુધી કોઈ નિરાકરણ નહીં આવે તો અમે મોટો નિર્ણય લઈ શકીએ છીએ. અમારા વિરોધને કોઈએ હાઈજેક કર્યો નથી, અન્યાય સામેની અમારી લડાઈમાં લોકો અમારી સાથે છે. એ લોકો અમારૂ સન્માન કરે છે અને અમારા ગૌરવની રક્ષા કરે છે.
બીજી તરફ જંતર મંતર પહોંચીને રાકેશ ટિકૈતે કહ્યું કે, તે વિરોધને બહારથી સમર્થન આપશે. ટિકૈતે કહ્યું કે, આ બાળકો આપણી અને દેશની ધરોહર છે. અમે તમામ શક્ય મદદ કરીશું. અમારા ગામના લોકો દિવસે આવશે અને રાત્રે નીકળી જશે.
તેમણે કહ્યું કે, જે લોકો રાત્રે રોકાવા માંગતા હોય તે પણ રહી શકે છે. જે સમિતિ બનશે તે આ આંદોલન ચલાવશે. ટિકૈતે કહ્યું કે, જો સરકાર 21મી સુધી મંત્રણા નહીં કરે અને ઉકેલ નહીં આવે તો આગળની રણનીતિ નક્કી કરાશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
