For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાસીન મલિક શ્રીનગર આવતા જ કરાયો નજરકેદ

|
Google Oneindia Gujarati News

yasin malik
શ્રીનગર, 10 માર્ચ: જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રંટના અધ્યક્ષ મોહમ્મદ યાસીન મલિકે જણાવ્યું કે રવિવારે શ્રીનગર પહોંચતાની સાથે જ તેમને નજરકેદ કરી લેવાયા. સ્થાનીય પોલીસની એક ટૂકડીએ મલિકને શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ધરપકડ કરી લેવાઇ. તેમને ત્યાંથી શહેરના શાંત વિસ્તારમાં આવેલ તેમના રહેઠાણના સ્થાને લઇ જવાયા.

સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપ્યા બાદ મલિક પહેલીવાર શ્રીનગર આવ્યો છે. પત્ની-બેટીને મળવા ગયેલા મલિક એ સમયે વિવાદોમાં ફંસાઇ ગયા જ્યારે તેમણે પાકિસ્તાનમાં આયોજિત એકેએલએફના એક કાર્યક્રમમાં 26/11ના આરોપી અને જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદની સાથે એક જ મંચ પર હાજરી આપી.

પોતાના રહેઠાણ સ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં મલિકે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાની પત્ની અને બેટીને મળવા ખાનગી યાત્રા પર પાકિસ્તાન ગયા હતા. તેમણે જણાવ્યું કે હું પાકિસ્તાનમાં હતો, ત્યારે જ અફજલને તિહાડ જેલમાં ફાંસી આપી દેવાના સમાચાર સાંભળ્યા. અફજલને ફાંસી ન્યાય અને ન્યાયિક પ્રક્રિયાની હત્યા હતી. જેના વિરોધમાં હું 24 કલાકના ઉપવાસ પર બેઠો હતો. જેકેએલએફના કાર્યક્રમમાં ઘણા દિગ્ગજ લોગો આવ્યા હતા. તેમણે એવો આરોપ લગાવ્યો કે સઇદની હાજરીને કાશ્મીર તરફથી દુનિયાનું ધ્યાન હટાવવા વધારી ચઢાવીને રજુ કરવામાં આવ્યું હતું.

મલિકે જણાવ્યું કે જો અધિકારીઓએ મને પાકિસ્તાનથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર જ નજરકેદ કર્યો હોત તો એ મારા માટે કોઇ નવી વાત નથી. તેણે કહ્યું કે હિન્દુસ્તાનની લગભગ જ કોઇ એવી જેલ હશે જેમાં હું નહીં ગયો હોઉ.

English summary
JKLF chairman Yasin Malik was today detained at Srinagar Airport soon after his arrival from Delhi and 'escorted to his home' here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X