For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઝલ ગુરૂના મૃતદેહ માટે યાસીન મલિકની 24 કલાકની ભૂખ હડતાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yasin-malik
શ્રીનગર, 10 ફેબ્રુઆરી: જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસિન મલિકે 24 કલાકની ભૂખ હડતાલ શરૂ કરી દિધી છે. યાસિન મલિકે માંગણી કરી છે કે અફઝલ ગુરૂના પરિવારને તેનો મૃતદેહ સોંપવામાં આવે. સરકાર સામે પોતાની માંગણી મુકતાં યાસિન મલિકે શનિવારથી પોતાની ભૂખ હડતાળ શરૂ કરી દિધી છે. આ અવસર પર જેકેએલએફ અને જમાત-ઉદ-દાવાના કાર્યકર્તા પણ પહોંચ્યા હતા.

જેકેએલએફના વડા યાસીન મલિકે કહ્યું હતું કે અફઝલ ગુરૂનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવો જોઇએ અને તેની માંગને લઇને 24 કલાકનું આ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરી રહ્યો છે. તેનો દાવો કરતાં જણાવ્યું હતું કે અફઝલ ગુરૂના પરિવારને તેની ફાંસી અંગે પણ જાણકારી આપી ન હતી. તેને કહ્યું હતું કે અફઝલ ગુરૂ રાજકારણનો ભોગ બન્યો છે. યાસિન મલિકે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ચુંટણી નજીક આવતી હોવાથી સરકારે છાનામાના અફઝલ ગુરૂને ફાંસી આપી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાસિન મલિક હાલમાં પાકિસ્તાનમાં છે.

સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરૂને ગઇકાલે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી ત્યારબાદ તેને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યો. અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુરિયત નેતાઓએ 3 દિવસનો બંધ જાહેર કર્યો છે તો બીજી મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

English summary
Jammu & Kashmir Liberation Front (JKLF) leader Yasin malik is on 24 hour hunger strike. he demanded the dead body of Afzal guru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X