વંદેભારત એક્સપ્રેસના વોશરૂમમાં એક યુવકે પોતાની જાતને બંધ કરી લીધો, રેલવે અધિકારીએ કઢ્યો બહાર
કેરલના ઉત્તરી કાસરગોડ જિલ્લામાથી વંદેભારત એક્સપ્રેસમાં ચઢેલા એક યુવકે પોતાની જાતને ટ્રેનના વોશરૂમમાં બંધ કરી લીધો હતો. ઘણા પ્રયાસ કરવા છતા તે બહાર આવવા તૈયાર નહોતો. રેલવે અધિકારીઓએ આગળ જણાવ્યુ હતુ કે, વંદે ભારત ટ્રેનના શોરનુર રેલવે સ્ટેશન પહોચવા પર વોશરૂમનો દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો .

વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં રવિવારે વિચિત્ર ઘટના બની હતી. કેરલના ઉત્તરી કાસરગોડ જિલ્લામાથી ટ્રેનમાં ચઢેલા એક યુવકને પોતાની જાતને ટ્રેનના વૉશરૂમમાં બંધ કરી દિધો હતો. ઘણા પ્રયાસ બાદ તેને તેમાથી બહાર કાઢવામાં આવ્યો હતો.
રેલવે અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ટ્રેનના શોરનુર રેલવે સ્ટેશન પહોચ્યા બાદ વોશરૂમનો દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ટીવી ચેનલ પર દેખાડવામાં આવેલ દશ્યો અનુસાર વોશરૂમથી બહાર નિકળ્યા બાદ લાલ ધારદાર ટી શર્ટ પહેરેલા યુવક નજર આવ્યો હતો.
તેની ઓળખ સુનિશ્ચિત નથી કરવામાં આવી. તેની પાસે ટિકટ પણ નહોતી. તેને આરપીએફને કહ્યુ કે કોઇ તેનો પીછો કરી રહ્યુ હતુ અને તેનાથી બચવા માટે તે વોશરૂમમાં ઘુસી ગયો હતો. અને ખુદને બંધ કરી લીધો હતો. તેણે કહ્યુ કે, કન્નુર અને કોઝિગોડમાં ટ્રેનના રોકાવા પર આરપીએફ અને ધિકારીઓએના કહેવા પર પણ તે વોશરૂમની બહાર નહોતો નીકળ્યો.












Click it and Unblock the Notifications
