Year Ender 2021: ઈન્સ્ટાગ્રામના એ 5 રીલ, જે વર્ષ 2021માં સૌથી વધુ થયા વાયરલ

આવો, જાણીએ કે આ વર્ષે કઈ એ 5 ઈન્સ્ટાગ્રામ રીલ છે, જે સૌથી વધુ વાયરલ થઈ છે. ટૉપ-5 ઈન્સ્ટાગ્રામ રીલમાં ત્રણ ટૉપ રીલ એક જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલની છે.

નવી દિલ્લીઃ મોટાભાગના મુખ્ય દેશોમાં ટિક-ટૉક બેન થયા બાદ ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફૉર્મ પર ઈન્સ્ટાગ્રામ રીલને લૉન્ચ કર્યુ હતુ. જેના પર ટિક-ટૉકની જેમ વીડિયો બનાવી શકાય છે. મઝાના વીડિયો હોય કે દમદાર ડાંસ મૂવ્ઝ, ઈન્સ્ટાગ્રામે આ બધાને વધુને વધુ દર્શકો સુધી પહોંચાડ્યા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ઈન્સ્ટાગ્રામની અત્યાર સુધી વધુ જોવાયેલી ઈન્સ્ટાગ્રામ રીલ કઈ છે? આવો, જાણીએ કે આ વર્ષે કઈ એ 5 ઈન્સ્ટાગ્રામ રીલ છે, જે સૌથી વધુ વાયરલ થઈ છે. ટૉપ-5 ઈન્સ્ટાગ્રામ રીલમાં ત્રણ ટૉપ રીલ એક જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલની છે.

1. 286 મિલિયન વ્યૂઝ આ હેન્ડલ છે ટૉપ પર

1. 286 મિલિયન વ્યૂઝ આ હેન્ડલ છે ટૉપ પર

Khaby Lame નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી 30 ઓગસ્ટના રોજ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં Khaby Lame એક આયરન મશીન સાથે પ્લે કરી રહ્યો હતો. આ વીડિયોને 286 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. વળી, રીલ પર લગભગ 13 મિલિયનથી વધુ લાઈક્સ છે. 286 મિલિયન વ્યૂઝના કારણે આ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ જોવાયેલી રીલ બની ગયુ છે. રીલ પર 90 હજારથી વધુ કમેન્ટ છે.

2. આ બાળકીએ પોતાની આંખોથી જીત્યુ બધાનુ દિલ

2. આ બાળકીએ પોતાની આંખોથી જીત્યુ બધાનુ દિલ

shivanjaliporje.03 નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલને એક બાળકી ચલાવે છે. આ હેન્ડલના 3.1 મિલિયનથી વધુ ફૉલોઅર્સ છે. આ રીલમાં બાળકી આંખોથી ઈશારા કરી રહી છે. તેની એક રીલને 259 મિલિયનથી વધુ વ્યૂઝ અને 12.2 મિલિયન લાઈક્સ મળી ચૂકી છે. રીલને 15 જૂન, 2021ના રોજ શેર કરવામાં આવી છે. તેનુ નામ શિવાંજલિ પોરજે છે. શિવાંજલિ પોર્જે નાસિક, ભારતની એક બાળ કલાકાર છે.

3. માછલીના વીડિયોએ મારી બાજી

3. માછલીના વીડિયોએ મારી બાજી

શું માછલીથી વધુ શાંતિ આપનાર કંઈ હોઈ શકે છે? હવે તમને વિચારી રહ્યા હશો કે છેવટે આ કેવો સવાલ છે. તમને જણાવી દઈએ કે @cochinaquatic નામના હેન્ડલથી 20 ઓગસ્ટના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં એક તળાવ પાસે એક મહિલા નારંગી રંગની માછલીઓને જમવાનુ આપી રહી છે. આ રીલને 144 મિલિયનથી વધુ વાર જોવામાં આવી છે અને 9 મિલિયન લાઈક્સ મળ્યા છે.

4. ચોથા નંબર પણ છે Khaby Lameનો વીડિયો

4. ચોથા નંબર પણ છે Khaby Lameનો વીડિયો

ચોથા નંબર પણ Khaby Lameના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલુ રીલ છે. તેમણે એક સાઈલન્ટ કૉમેડીવાળી રીલ બનાવી છે. જેને 136 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. વળી, 0.8 મિલિયન લાઈક્સ મળી ચૂક્યા છે. રીલમાં બતાવવામાં આવ્યુ છે કે એર ફ્લોટર્સનો ઉપયોગ કરીને સરળતાથી સ્વિમિંગ પૂલમાં પાણી પર કેવી રીતે તરે છે.

5. પાંચમાં નંબર પર પણ Khaby Lameએ જ મારી બાજી

5. પાંચમાં નંબર પર પણ Khaby Lameએ જ મારી બાજી

આ રીલ ચૉકલેટ લવર્સ પર બનાવવામાં આવી છે. રીલમાં બતાવવામાં આવ્યુ છે કે તમે કોઈ ચૉકલેટ ખરીદી કરીને લાવો છો અને તે અંદરથી ખાલી હોય તો કેવુ થશે. આ ઈન્સ્ટા રીલને 131 મિલિનયથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 9.8 મિલિયન લાઈક્સ મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X