Year Ender 2023 : આ વર્ષે ભારતીયોએ ઓનલાઈન ઓર્ડર કરીને સૌથી વધુ આ વસ્તુ ખાધી, અધધ 10 કરોડ ઓર્ડર થયા
2023 નું વર્ષ પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિતેલા વર્ષોના હિસાબ-કિતાબ સામે આવી રહ્યાં છે. આવો જ એક અહેવાલ ઓનલાઈન ઓર્ડરને લઈને સામે આવ્યો છે.
હાલમાં જ ઝોમેટોએ તેને મળેલા 2023 ના ઓર્ડરના ડેટા શેર કર્યા છે. આ ઓર્ડમાં ખુલાસો થયો છે કે એપ દ્વારા બિરયાની અને પિઝાના 10.9 કરોડથી વધુ ઓર્ડર આપવામાં આવ્યા હતા. પિઝાના 7.45 કરોડથી વધુ ઓર્ડર મળ્યા.

ઝોમેટોએ ડેટા શેર કરતા જણાવ્યુ કે, 2023માં બિરયાનીનો ઓર્ડર દિલ્હીના આઠ કુતુબ મિનારને કવર કરવા પૂરતો છે. જ્યારે પિઝા કોલકાતાના પાંચથી વધુ ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમને કવર કરી શકે છે.
આ રસપ્રદ ફૂડ ડેટા વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે, નૂડલ બાઉલ્સ 4.55 કરોડથી વધુની કમાણી સાથે ત્રીજા સ્થાને છે. પૃથ્વીના પરિઘની આસપાસ 22 વખત લપેટી શકાય તેટલા નૂડલ્સ આ વર્ષે વેચાયા.
બેંગલુરુને સ્વિગી દ્વારા કેક કેપિટલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો તેણે 2023 માં ઝોમેટો પર સૌથી વધુ સંખ્યામાં નાસ્તાના ઓર્ડર અપાયા. આ દરમિયાન દિલ્હીના ફૂડ પ્રેમીઓએ મોડી રાત્રે મોટી સંખ્યામાં ઓર્ડર આપ્યા.
ઝોમેટોએ મુંબઈના લોકોને સૌથી મોટા ફુડી ગણાવ્યા. અહીં હાનિસ નામના યુઝરે 2023માં 3580 ઓર્ડર આપ્યા. એટલે કે એક દિવસમાં અંદાજે 9 ઓર્ડર આપ્યા.
બિરયાનીની વાત કરીએ તો સ્વિગીમાં પણ તેનો દબદબો ચાલુ રહ્યો. યર એન્ડર રિપોર્ટમાં આ વાત સામે આવી છે. હૈદરાબાદના એક વ્યક્તિએ આ વર્ષે 1633 બિરયાની મંગાવી. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર સેકન્ડે 2.5 બિરયાનીના ઓર્ડર આપવામાં આવ્યા.
હૈદરાબાદની વાત કરીએ તો બિરયાનીના સૌથી વધુ ઓર્ડર સ્વિગીને અપાયા. અહીં દરેક છઠ્ઠા વ્યક્તિએ બિરયાની મંગાવી. સ્વિગીએ તેના કેટલાક ગ્રાહકોને પણ જાહેર કર્યા જેમણે આશ્ચર્યજનક ઓર્ડર આપ્યા છે.












Click it and Unblock the Notifications
