Lockdown: બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે
Lockdown: બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે
બેંગ્લોરઃ કોરોના વાયરસનાપગલે ચાલી રહેલ લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધારી દીધું છે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ઘરે પાછા જવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મજૂરોને બસથી મોકલવા માટે એડવાન્સમાં બમણું ભાડું વસૂલવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વિપક્ષી દળોએ વિરોધ કર્યો. જે બાદ કર્ણાટક સરકાર બેકફુટ પર આવી અને આ ફેસલો પરત લીધો. હવે સરકારે મજૂરોને પ્રીમાં ઘરે મોકલશે.

ત્રણ દિવસ સુધી ફ્રી સેવા
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે મામલાની જાણખારી આપતા જણાવ્યું કે KSRTCને મજૂરોની વાપસી સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે. આ દરમિયાન તેમની પાસેથી કોઈ ભાડું વસૂલવામાં નહિ આવે. સરકાર તરફથી આ સુવિધા આગલા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. યેદિયુરપ્પા સરકારે બમણું ભાડું વસુલવાનો વિપક્ષી દળો અને માનવાધિકાર સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. જ્યારે બીજી તરફ ભારતીય રેલવેની શ્રમિક સ્પેશિયલ ટ્રેન 1190 મજૂરોને લઈ રવિવારે સવારે 9.26 વાગ્યે ચિક્કાબનવારા સ્ટેશનથી ભુવનેશ્વર માટે રવાના થઈ.

પગપાળા ચાલી બસ સ્ટેશને પહોંચ્યા
બસ અને ટ્રેન ચાલુ થવાના સમાચાર સાંભળતાં જ શનિવારે મોટી સંખ્યામાં લોકો બેંગ્લોરના મેજિસ્ટિક બસ સ્ટેશન અને રેલવે સ્ટેશને પહોંચી ગયા. અહીં આવેલા મજૂરો મુજબ લૉકડાઉનને પગલે તેઓ બસ સ્ટેશને પહોંચ્યા. જ્યારે કેટલાય પ્રાઈવેટ પવાહનોએ થોડે દૂર માટે હજારો રૂપિયા વસૂલી લીધા. જ્યારે બસ સ્ટેશને બધી દુકાનો બંધ હતી. સાથે જ પ્રશાસને ખાવા-પીવાની વ્યવસ્થા પણ નહોતી કરી, જે કારણે મજૂરો પોતાના નાના નાના બાળકો સાથે ભૂખ્યા જ ઈંતેજાર કરી રહ્યા હતા. કેટલાય મજૂર એવા પણ હતા જે શનિવારે સવારે આવ્યા હતા અને બસના ઈંતેજારમાં પોતાના પરિવાર સાથે ભૂખ્યા પેટે જ બસ સ્ટેશને રાત ગુજારી હોય.

સોશિયલ ડિસ્ટન્સિંગની ધજ્જિયાં ઉડી
ગૃહ હમંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે મજૂરો અને પ્રવાસી લોકોને ઘરે મોકલતી વખતે સોશિયલ ડિસ્ટેન્સિંગનું સંપૂર્ણ પાલન કરવું પડશે. આમ છતાં બેંગ્લોરના મેજિસ્ટિક બસ સ્ટેશને સોશિયલ ડિસ્ટેન્સિંગની ધજ્જિયાં ઉડી. જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. જ્યારે મોટી સંખ્યામાં લોકો એવા પણ હતા જેમની પાસે માસ્ક નહોતા. આ દરમિયાન પોલીસ-પ્રશાસને પણ જરૂરી પગલાં ના ઉઠાવ્યાં. જો આમાંથી કોઈ વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો તો હજારોના જીવ ખતરામાં મૂકાઈ શકે છે.












Click it and Unblock the Notifications
