For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પા બનાવશે નવી પાર્ટી, 10 ડિસેમ્બરે એલાન

By Super
|
Google Oneindia Gujarati News

bs yeddyurappa
બેંગલોર, 23 ઑક્ટોબરઃકર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ હવે નવી પાર્ટી બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે મંગળવારે કહ્યું કે, તે નવી રાજકીય પાર્ટીની રચના કરશે અને 10 ડિસેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સાથેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભાજપ સાથે મારે કોઇ સંબંધ નથી.

નોંધનીય છે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે ભાજપના નેતૃત્વએ બીએસ યેદિયુરપ્પા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ચર્ચા થકી નિવેડવા જોઇએ કે પછી આ વિષય પર કોઇ નિર્ણય કરવો જોઇએ. ગૌડાએ કહ્યું કે ભાજપના નેતૃત્વએ યેદિયુરપ્પા દ્વારા નવી પાર્ટી બનાવવાની આપવામાં આવી રહેલી ધમકીઓને રોકવી જોઇએ.

તેમણે કહ્યું કે ભાજપ નેતૃત્વએ યેદિયુરપ્પાને પાર્ટી સદસ્ય હોવા છતાં પણ નવી પાર્ટી બનાવવાના નિવેદનોને રોકવાના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવો જોઇએ. ગૌડાએ કહ્યું કે રાષ્ટ્રીય દળ હોવાના કારણે ભાજપ નેતૃત્વએ પોતાના નિર્ણયમાં મોડું કરવું ના જોઇએ. તેમણે કહ્યું કે ભાજપે અતીતમાં ઘણા મુદ્દાઓના નિરાકરણ લાવ્યા છે અને હવે ફરી એકવાર આમ કરવાનું છે.

ગોડાએ કહ્યું કે કોઇ નેતા માટે એ યોગ્ય નથી કે તે પાર્ટીમાં હોવા છતાં પણ નવી પાર્ટી બનાવવાની વાતો કરે અને દાવો કરે કે તેમને ઘણા ભાજપના ધારાસભ્યોનું સમર્થન મળશે.

English summary
Announcing that he plans to quit before December 10, disgruntled Karnataka BJP strongman B S Yeddyurappa today said the process of starting a new party would begin tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X