મોદીને PM તરીકે જોવા માગે છે કર્નાટકના પૂર્વ CM!

શું પાર્ટી મોદીના નામ પર બીજેપીને બહારથી સપોર્ટ કરી શકે છે, આ સવાલ પર યેદિયુરપ્પાએ જવાબ આપતા જણાવ્યું કે હજી આ અંગે કંઇ નક્કી નથી કર્યું. જોકે પોતાના નરમ વલણનો સંકેત આપતા તેમણે એવું પણ જણાવ્યું કે આવનારા સમયમાં કોંગ્રેસની સાથે કોઇ પણ પ્રકારના ગઠબંધનનો અવકાશ નથી.
મોદીના નામ પર બીજેપીને સપોર્ટ કરવાના સવાલ પર યેદિયુરપ્પાએ જણાવ્યું કે કેજીપીની કોર કમિટિમાં ચર્ચા કરાયા બાદ જ આ અંગે કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાના નેતૃત્વમાં જ બીજેપીએ 2008માં પહેલીવાર કોઇ દક્ષિણી રાજ્યમાં સરકાર બનાવી હતી. પરંતુ થોડાક જ વર્ષોમાં યેદિયુરપ્પાના વિરોધી અનંત કુમાર દિલ્હી લોબીના દમ પર હાવી થઇ ગયા.
માઇનિંગ માફિયાને સંરક્ષણના યેદિયૂરપ્પા પર આરોપ લાગ્યા અને પાર્ટીએ તેમની પાસેથી રાજીનામું લઇ લીધું. પછી અન્ય બે સીએમ બન્યા, પરંતુ બીજેપીનો જનાધાર ઓછો થતો રહ્યો. યેદિયુરપ્પા પણ પાર્ટી છોડીને ચાલ્યા ગયા. તેમને બીજેપીમાં ટીમ અડવાણીનો સખત વિરોધી અને મોદીના ભારે સમર્થક માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
