
'મહિલાઓ કપડાં વિના સારી લાગે છે...'વાળા નિવેદન પર બાબા રામદેવે માંગી માફી
Yoga guru Baba Ramdev: 'મહિલાઓ કપડાં વિના સારી લાગે છે...'વાળા નિવેદન પર હોબાળો મચ્યા બાદ યોગ ગુરુ બાબા રામદેવે છેવટે લેખિતમાં માફી માંગી લીધી છે. તેમણે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગને પોતાની માફીનામુ મોકલી દીધુ છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકનકરે આજે સવારે જ મીડિયાને આ અંગે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે થાણેમાં બાબા રામદેવે એક કાર્યક્રમમાં મહિલાઓના કપડાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જેના પર ખૂબ હોબાળો થયો હતો.

અમૃતા ફડણવીસ સામે બાબા બોલ્યા...
નોંધનીય છે કે બાબા રામદેવે થાણેમાં એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસની સામે મંચ પરથી કહ્યુ હતુ કે 'મહિલાઓ અહીં ઘણી બધી સાડીઓ લાવી છે પરંતુ બેક ટુ બેક ઈવેન્ટ્સને કારણે તેઓ સાડી પહેરી શકી નથી. આગળવાળાને સાડી પહેરવાનો મોકો મળી ગયો, પાછળવાળાને તો પણ મોકો જ ન મળ્યો.'

'જો કોઈ આને ના પહેરે તો પણ સારી લાગે...'
આ પછી તેમણે કહ્યુ હતુ કે 'તમે સાડી પહેરીને પણ સારા લાગો છો, તમે અમૃતાજી જેવા સલવાર સૂટમાં પણ સારા લાગો છો અને મારી જેમ જો કોઈ આને ના પહેરે તો પણ સારી લાગે છે, અમે તો લોકલજ્જા માટે પહેરીએ છીએ. બાળકોને તો કોણ કપડા પહેરાવતુ હતુ પહેલા, આપણે 8-10 વર્ષસુધી તો આમ જ નાગા ફરતા રહેતા હતા.'
|
મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે માફી માંગવા કહ્યુ
જે બાદ બાબા રામદેવ લોકોના નિશાના પર આવ્યા હતા. દિલ્લી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે બાબાના નિવેદનની સખત નિંદા કરી અને તેમનો એક વીડિયો ટ્વીટ કરીને તેમને માફી માંગવા કહ્યુ. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, 'મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રીની પત્ની સામે સ્વામી રામદેવ દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલી ટિપ્પણી અભદ્ર અને નિંદનીય છે. આ નિવેદનથી તમામ મહિલાઓને દુઃખ થયુ છે, બાબા રામદેવજીએ આ નિવેદન માટે દેશની માફી માંગવી જોઈએ!'
|
સંજય રાઉતે કર્યો સવાલ
આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા અને ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પણ બાબા રામદેવના નિવેદનની નિંદા કરી હતી. રાઉતે એમ પણ પૂછ્યુ હતુ કે 'બાબા રામદેવ તો ભાજપના પ્રચારક છે. હવે તેમના ગંદા અને નિંદનીય નિવેદન પર ભાજપ કેમ ચૂપ છે? શું તેમણે પોતાની જીભ દિલ્લી પાસે ગીરવે મુકી છે?'