વિકાસ વિરોધી લોકો મોદીને રોકવા માટે એકજુથ થઇ રહ્યા છે: યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના કેરાના માં થનાર ઉપચુનાવના પ્રચાર માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સભા સંબોધિત કરી હતી.
ઉત્તરપ્રદેશના કેરાના માં થનાર ઉપચુનાવના પ્રચાર માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સભા સંબોધિત કરી હતી. ભાજપના નેતા મૃગાંક સિંહના પક્ષમાં વોટ કરવા માટેની અપીલ કરતા યોગી આદિત્યનાથે મુજ્જફરનગર દંગા વિશે વાત કહી. તેમને કહ્યું કે જૂની સરકારે હિન્દુઓના તહેવાર, એટલું જ નહી પરંતુ કાવડમાં ડીજે પણ બંધ કરવાની કોશિશ કરી. પરંતુ તેમની સરકારે બધી જ મંજૂરી આપી દીધી. યોગીએ રાષ્ટ્રીય લોકદળને નિશાનો બનાવતા કહ્યું કે આજે કેટલાક લોકો અસ્તિત્વની લડાઈની વાત કરીને ભીખ માંગી રહ્યા છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે દંગા દરમિયાન તેઓ કઈ જ નથી બોલ્યા જે આજે તમારી પાસે વોટ માંગી રહ્યા છે. તેમને કહ્યું કે જયારે દંગા થયા હતા ત્યારે અમારી પાર્ટીના લોકો તમારી સાથે ઉભા હતા અને આગળ પણ ઉભા રહેશે.
યોગી આદિત્યનાથે કહ્યું કે અમારી સરકાર સમસ્યા નહીં પરંતુ સમસ્યાના સમાધાનનું નામ છે. ભાજપ સરકારમાં કોઈ પણ ભેદભાવ વિના લોકોના મુદ્દા આગળ વધારવામાં આવે છે. યુવાનો, ખેડૂતો અને વહુ-દીકરીઓની સુરાખાની જવાબદારી અમારી સરકારની છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે પહેલા અપરાધી કારોબારીઓ પાસે વસૂલી કરતા હતા પરંતુ અમે એક વર્ષની અંદર બધાને તેમને યોગ્ય જગ્યા પર પહોંચાડી દીધા છે. અમારી સરકાર બધાને સુરક્ષા આપશે.
યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો ભારતની ઉન્નતિ નથી ઇચ્છતા, જે લોકો વિકાસ વિરોધી છે તે બધા જ લોકો એકસાથે આવીને મોદીજીને રોકવાની કોશિશ કરી રહ્યા છે. મોદીજીએ દેશના સવા સો કરોડ લોકોની સુરક્ષા અને વિકાસ માટે કામ કર્યું છે. અમે ક્યારેય પણ એવી પરિસ્થિતિ પેદા નહીં થવા દઈએ જેના કારણે દંગા થાય અને સમાજને વેહેચવાનું કામ થાય.
મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ખેડૂતો માટે કામ કરીશુ. સમાજવાદી પાર્ટીની સરકારે ડાર્ક ઝોનના નામ પર ખેડૂતોનું શોષણ કર્યું છે. અમારી સરકારમાં કોઈ પણ ખેડૂતોની ભાવના સાથે છેડછાડ નહીં કરી શકે.












Click it and Unblock the Notifications
