For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી આદિત્યનાથનું નિવેદન, જલ્દી નિર્માણ કામ શરુ થશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વખતે ભગવાન રામના નામનો એક દીવો સળગાવજો. તેમને કહ્યું કે ત્યાં જલ્દી નિર્માણ કામ શરુ થશે. મુખ્યમંત્રી ઘ્વારા આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે સુપ્રીમકોર્ટ કોર્ટે રામ મંદિર અંગે સુનાવણી લંબાવી દીધી છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા રામ મંદિર પર ચુકાદો આપવા માટે આવતા વર્ષે જાન્યુઆરી સુધી તારીખ લંબાવી દીધી છે.

yogi adityanath

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રામ મંદિર નિર્માણ મુદ્દો અમે દિવાળી પછી આગળ લઇ જઇશુ. યોગી આદિત્યનાથે આ નિવેદન રાજસ્થાનના બિકાનેરમાં આપ્યું છે. તેમને કહ્યું હતું કે રામ મંદિર અંગે સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. દિવાળી પછી આ દિશામાં કામને આગળ વધારવામાં આવશે. તેમને જણાવ્યું કે આ વર્ષે દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે મુખ્યમંત્રીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ ભગવાન રામના નામનો પણ દીવો સળગાવે.

આ પણ વાંચો: મોહન ભાગવત સાથે મળ્યા અમિત શાહ, રામ મંદિર પર ઝડપી ચર્ચા

મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે 6 નવેમ્બરે અયોધ્યામાં ભવ્ય દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રીએ આ તરફ પણ ઈશારો કર્યો છે કે રામ મંદિરનું નિર્માણ કામ જલ્દી શરુ થશે. તેમને જણાવ્યું કે સંકલ્પમાં શક્તિ હોય છે અને તેઓ આ સંકલ્પ સાકાર કરશે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ શામિલ હતા. તેમને જણાવ્યું કે યોગી આદિત્યનાથ દેશનો ઘણો લોકપ્રિય ચહેરો છે.

આ પણ વાંચો: VHP રામ મંદિર નિર્માણ માટે પથ્થર ભરેલા 70 ટ્રક મંગાવી રહી છે

English summary
Yogi Adityanath says Light a diya for Lord Ram this time, work there will start very soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X