For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે 25 કલાકમાં અયોધ્યા વિવાદ ઉકેલી શકીયે છે: યોગી આદિત્યનાથ

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર યોગી આદિત્યનાથે રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર યોગી આદિત્યનાથે રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદ નહીં ઉકેલી શકે તો અમને તેનું સમાધાન કરવા દો. અમે આ મુદ્દાને 24 કલાકમાં ઉકેલી લઈશુ. આપને જણાવી દઈએ કે અયોધ્યા વિવાદ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે.

આ પણ વાંચો: ભાજપે રામ મંદિર નિર્માણનું વચન પૂરું નહીં કર્યું: હાર્દિક પટેલ

દેશના નાગરિકોને ઘણી નિરાશા

દેશના નાગરિકોને ઘણી નિરાશા

યોગી આદિત્યનાથે જણાવ્યું કે જો અયોધ્યા વિવાદને ઉકેલવામાં જો હવે વધારે મોડું કરવામાં આવશે તો દેશના નાગરિકોને ઘણી નિરાશા થશે. જો આ મામલે કોઈ પણ કારણ વિના મોડું કરવામાં આવશે તો લોકોનો સંસ્થાથી વિશ્વાસ ઉઠી જશે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે જો અયોધ્યા વિવાદ ઉકેલાઈ જાય, ટ્રિપલ તલાક પર પાબંદી લાગુ થઇ જાય તો દેશમાં લોકોને લલચાવવાની રાજનીતિ હંમેશા માટે બંધ થઇ જાય.

પીએમ મોદી

પીએમ મોદી

આપને જણાવી દઈએ કે હાલમાં પીએમ મોદીએ કહ્યું હતું કે અયોધ્યા વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે તેને પૂરું થઇ જવા દો. એકવાર કોર્ટમાં મામલો પૂરો થયા પછી સરકારની જ્યાં પણ જવાબદારી હશે તેને અમે પુરી કરીશુ. અમે તેના માટે બધી જ કોશિશો કરવા તૈયાર છે.

 સુપ્રીમ કોર્ટે 5 જજોની બેન્ચનું ગઠન કર્યું

સુપ્રીમ કોર્ટે 5 જજોની બેન્ચનું ગઠન કર્યું

આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 5 જજોની બેન્ચનું ગઠન કર્યું છે, જે અયોધ્યા મામલે સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નાઝિર શામિલ છે. આ બંને સિવાય જસ્ટિસ એસએ બોબડે અને ડીવાય ચંદ્રચુડ સિંહ પણ 29 જાન્યુઆરી દરમિયાન થનાર સુનાવણીમાં શામિલ છે. આ પહેલા જસ્ટિસ એનવી રમન પણ બેન્ચમાં શામિલ હતા પરંતુ તેમને બેન્ચથી હટાવી દેવામાં આવ્યા.

English summary
Yogi Adityanath says we can resolve the Ayodhya dispute if Supreme Court cant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X