પ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે
પ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા યોગી આદિત્યનાથે ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થયા બાદ હનુમાન જયંતીના દિવસે ટ્વીટ કર્યાં. ચૂંટણી પંચે તેમને લોકસભા ચૂંટણીમાં આચાર સંહિત તોડવાના દોષી ગણ્યા હતા. જે બાદ પંચે તેમના પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવી દીધો હતો. યોગીએ પ્રતિબંધ હટતા જ પહેલા ટ્વીટમાં લોકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી અને લખ્યું કે મારી અને હનુમાનજીની વચ્ચે કોઈ ન આવી શકે. આ ઉપરાંત તેમણે લખ્યું કે ચૂંટણી પંચના આદેશનું મેં સન્માન કર્યું.
|
પ્રતિબંધ બાદ પહેલું ટ્વીટ હનુમાનના નામે
યોગી આદિત્યનાથે પ્રતિબંધ હટતા જ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે હનુમાનજીમાં મારી અતૂટ આસ્થા છે અને સંકટમોચનમાં આ આસ્થાની વચ્ચે કોઈ ન આવી શકે, તેમનું દ્રઢ સંકલ્પિત, સમ્પિત જીવન મારા માટે પ્રેરણાસ્રોત છે. નાસૈ રોગ હરૈ સબ પીરા. જો સુમિરૈ હનુમત બલબીરા. અલુલિત ભક્તિ ઔર અપરિમિત શક્તિ કે પ્રતિ શ્રી હનુમાનજીની જંયતિ પર તમને સૌને શુભકામનાઓ.
|
ચૂંટણી પંચનું સન્માન કર્યું
યોગીએ પોતાના બીજા ટ્વીટમાં ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલ બૈનનો ઉલ્લેખ કરતા લખ્યું કે રાષ્ટ્રની સંવૈધાનિક સંસ્થાઓનું સન્માન અને લોકતાંત્રિક મૂલ્યોનું માન ભાજપની વિચારધારાનું વિભિન્ન અંગ છે, 72 કલાકમાં મેં ચૂંટણી પંચના આદેશનું સન્માન. ઉલ્લેખનીય છે કે તેમના અલી, બજરંગી, વાળા નિવેદન માટે પંચે તેમના પ્રચાર કરવા પર 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ પ્રતિબંધ લગાવી દીધો હતો.
|
મને સંવિધાને આસ્થાનો અધિકાર આપ્યો
યોગીએ વધુ એક ટ્વીટમાં લખ્યું કે મારા આરાધ્ય રામલલા, બજરંગ બલી અને મહાદેવજીના દર્શનને પણ કોઈ પણ પ્રકારની રાજનીતિ સાથે જોડીને ન જોવા જોઈએ. હું સ્પષ્ટ કરવા માંગું છું કે આસ્થાનો અધિકાર સંવિધાને આપ્યો છે અને આ અધિકારનો ઉપયોગ કરવાથી મને કોઈ ન રોકી શકે.
|
મારી ધાર્મિક ઓળખ હિંદુ છે
યોગીએ પોતાની હિંદુ ઓળખને લઈ ટ્વીટ કરતા લખ્યું કે મારી રગેરગમાં રામ, કણેકણમાં કૃષ્ણ, પ્રત્યેક શિરામાં શિવ અને પ્રત્યેક ધર્મ અને કર્તવ્ય બોધ નિરંતર પ્રવાહિત થતા રહે છે. આજ હું ફરી કહેવા માગું છું કે મારી ધાર્મિક ઓળખ હિંદુ છે, એ હિંદુ જે ભારતમાં રહેતા તમામ પંથો અને ધર્મોનું સન્માન સમાન ભાવથી આદિકાળથી કરતો આવી રહ્યો છે. યોગી આદિત્યનાથ બૈન ખતમ થયા બાદ ઉત્તર પ્રદેશમાં આજે ચાર રેલીઓને સંબોધિત કરશે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનો બેન શુક્રવારે ખતમ થઈ રહ્યો છે, તેઓ આજે ચૂંટણી પ્રચાર કરી શકે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
