યુપી સરકારના નિર્દેશઃ જમીન પર કબ્જો કરનાર પર થશે આકરી કાર્યવાહી
ઉત્તર પ્રદેશમાં સરકારી જમીનો પર અતિક્રમણ કરનારાઓ સામે અભિયાન ચલાવીને કાર્યવાહી કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલોનું માનીએ તો ટૂંક સમયમાં જ સરકારી મિલકતો પરના ગેરકાયદેસર અને અતિક્રમણને દૂર કરવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે.

ખાસ કરીને તળાવ, ખરાબો, પાર્ક વગેરે જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી અને નિર્માણ કરનારાઓ વિરુદ્ધ બુલડોઝર ચલાવવામાં આવશે. નિર્માણ ધ્વસ્ત કરી સરકારી સંપત્તિ કબ્જા મુક્ત કરાવાશે.
જાહેર કરાયેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે, મ્યુનિસિપલ સંસ્થાઓમાં સરકારી જમીન, તળાવ અને ખરાબા વગેરેની ઓળખ કરવામાં આવે. માર્કિંગ દરમિયાન, જો એવું જણાય કે બિલ્ડિંગ પર કોઈ જમીન માલિક અથવા સ્થાનિક શક્તિશાળી વ્યક્તિ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે, તો ઝુંબેશના ભાગરૂપે બિલ્ડિંગને તોડી પાડવામાં આવે.
આ ઉપરાંત જાહેર સંપત્તિ પર અતિક્રમણ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. પગલાં લેવાની સાથે આની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે દરેક શહેરી સંસ્થાની જવાબદારી હશે કે તે તેના ક્ષેત્ર સંબંધિત માહિતી ડિરેક્ટર અને સ્થાનિક સંસ્થાઓના નિર્દેશાલયને આપે.












Click it and Unblock the Notifications
