યોગીએ અધિકારીઓને આપ્યો આદેશ, સ્કૂલ આસપાસની જમીનમાં મેદાન અને ઓપન જિમ બનશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે નિર્દેષ આપતા જણાવ્યું કે મંડળી શાખાના બાળકોના સ્કૂલ યૂનિફોર્મ, બેગ અને જુતા માટે આપવામાં આવતા 1200 રૂપિયા માતા-પિતાના ખાતામાં જમા કરવામાં આવે. ડીએમ નોડલ ઑફિસર નામિત કરે અને બીએસએની મદદથી આ કામ પૂરું કરાવે.
તેમણે એમ પણ કહ્યું કે સ્કૂલની આસપાસની ખાલી જમીન પર રમત-ગમતના મેદાન અને ઓપન જિમ બનાવવામાં આવે. જેમાં રાજસ્વ વિભાગને સહયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે એકેય બાળક સ્કૂલ જવાથી વંચિત ના રહેવું જોઈએ અને કોઈપણ બાળક સંચારી રોગના લપેટામાં ના આવવું જોઈએ. આ આપણા બધાની જવાબદારી છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે અરાજકતા, ગુંડાગર્દી, રમખાણો, ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા ઉત્તર પ્રદેશની ઓળખાણ બનીને બેઠી હતી. માફિયાઓ સત્તાને પોતાને આધિન માનતા હતા. આજે એમની કેવી દુર્ગતિ થઇ રહી છે? એમને સજા થવા પર લોકો ખુશી મનાવી રહ્યા છે. અમે પાછલા છ વર્ષમાં પગલાં ભર્યાં જેનું પરિણામ આજે દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. 2017માં સ્કૂલ ચાલો અભિયાનની શરૂઆત કરાઇ હતી. તે સમયે રાજ્યની શાળાઓમાં બાળકોની સંખ્યા 1.34 કરોડ હતી. જે હવે વધીને 1.92 કરોડ થઇ ગઈ છે.
શાળાઓમાં સુવિધા વધી
સીએમ યોગીએ કહ્યું કે વિદ્યાલય ભવન જર્જરિત હતા. મૂળભૂત સુવિધાઓ પણ નહોતી મળતી. એક યૂનિફોર્મ મળતો હતો, તે પણ સત્ર પૂર્ણ થયા પછી. બાળકો ઉઘાડા પગે સ્કૂલ જવા મજબૂર હતા. અમે બે યૂનિફોર્મ આપ્યા, બેગ અને જુતા-મોજાં આપ્યાં. સીએમએ કહ્યું કે રાજ્યમાં 1.56 લાખ વિદ્યાલયોમાંથી 1.36 લાખની કાયાકલ્પ થઇ ચૂકી છે. બાકી બચેલા 20 હજારની કાયાકલ્પ પણ જલદી જ કરવામાં આવશે.
પંચાયતનો ડેટાબેઝ તૈયાર કરે
સીએમ યોગીએ કહ્યું કે સ્કૂલ ચાલો અભિયાનની સાથે જ ટીચર અને પ્રિન્સિપાલ પેરેન્ટ્સ સાથે વાત કરે. ઘરે ઘરે જઈ સ્ક્રીનિંગ કરે. ત્યાંનો એક ડેટાબેઝ તૈયાર કરે અને પોતાનો પંચાયતનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરે. આ ડેટાબેઝ બેસિક શિક્ષણ પરિષદના પોર્ટલ પર અપલોડ થવો જોઈએ. જેનાથી આપણને આગળ યોજનાઓ બનાવવામાં અને બાળકોને સ્કૂલે લાવવામાં ઘણી મદદ મળશે.












Click it and Unblock the Notifications
