શત્રુઘ્ન સિન્હાનો કટાક્ષ, ધરતી પર બે વસ્તુ ગોતવી અસંભવ, એક મોદીનો ક્લાસમેટ અને બીજું...

શત્રુઘ્ન સિન્હાનો કટાક્ષ, ધરતી પર બે વસ્તુ ગોતવી અસંભવ, એક મોદીનો ક્લાસમેટ અને બીજું...

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મજાકિયા અંદાજમાં તીખો હુમલો બોલ્યો છે. તેમણે ટ્વિટર પર બે ક્લિપ શેર કરી છે, જેમાં લખ્યું કે ધરતી પર બે લોકોને ગોતવા અસંભવ છે. એક મોદીનો ક્લાસમેટ અને બીજો એવો ગ્રાહક જેણે મોદીના હાથની ચા પીધી હોય. બીજી ક્લિપમાં તેમણે કહ્યું કે, ભૂલ પીઠ જેવી હોય છે જે બીજા બધાને દેખાય પણ ખુદને ના દેખાય. જો કે તેમણે લખ્યું કે, "થકાઉ રવિવારના દિવસે આ બે ક્લિપથી રિલેક્સ કરો અને મજા લો... હંસવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે."

shatrughan sinha

શત્રુઘ્ન સિન્હા અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને 1990થી 2015 સુધી ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રહ્યા છે પરંતુ મતભેદો બાદ તેમણે 2019માં ભાજપનો સાથ છોડી દીધો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પર પટનાથી ચૂંટણી લડી હતી પરંતુ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તેમને માત આપી દીધી. હાલમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના દીકરા લવ સિન્હાને કોંગ્રેસે પટનાના બાંકીપુર સીટથી ઉમેદવાર બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X