લૂંટ કરવા આવેલો લુંટારો સામે રૂપિયા આપીને ગયો, આવી ઘટના તો તમે ક્યારેય નહીં સાંભળી હોય
તમે ક્યારેય એવુ સાંભળ્યુ કે લુંટ કરવા આવેલા લૂંટારા સામેથી રૂપિયા આપીને જાય? જો કે હકિકતમાં આવી એક ઘટના બની છે. સૌથી મોટીા વાત એ છે કે આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.
અહેવાલો અનુસાર, દિલ્હીમાં લૂંટને અંજામ લૂંટારાએ એક દંપતીને બંધક બનાવ્યું હતું. પરંતુ અચાનક તેના મનમાં વિચાર આવ્યો અને તેને પસ્તાવો થયો. આ લૂંટારાએ જતી વખતે દંપતીને 100 રૂપિયાની નોટ આપી દીધી.

જો કે લૂંટારાઓના નસીબ કમજોર હતા અને તે પોલીસના હાથે ચડી ગયા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટારાઓની આ ટોળકી અન્ય ઘણા વિસ્તારોમાં સક્રિય હતી. દંપતીને લૂંટવાનો પ્રયાસ કરનાર શખ્સ નશાની હાલતમાં હતો. તેણે કપલને માથામાં બંદૂક મૂકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. જો કે જ્યારે ખબર પડી કે પતિ-પત્ની પાસે માત્ર 20 રૂપિયા છે તો તેઓએ દંપતીને 100 રૂપિયા આપ્યા અને તેમને સલામત રીતે છોડી દીધા અને આગળ વધી ગયો.
આ ઘટના અંગે માહિતી આપતા ડીસીપી શાહધારા રોહિત મીણાએ જણાવ્યું કે, ગુનામાં વપરાયેલી પિસ્તોલ, સ્કૂટર અને 30 મોબાઈલ ફોન મળી આવ્યા છે. બદમાશો સામે ચાર કેસ નોંધવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, બે આરોપીઓમાંથી એકની ઓળખ GST એકાઉન્ટન્ટ દેવ વર્મા તરીકે અને બીજાની ઓળખ ખાનગી કંપનીના કર્મચારી હર્ષ રાજપૂત તરીકે થઈ છે.












Click it and Unblock the Notifications
