• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય સ્તરની ટેલેન્ટ કોમ્પિટિશન માટે યંગ આર્ટિસ્ટ 2020એ અરજીઓ મંગાવી

|

બેંગ્લોર, 11 ડિસેમ્બર, 2019 - સંગીત અને નૃત્યમાં રાષ્ટ્ર સ્તરની ટેલેન્ટ કોમ્પિટિશન યંગ આર્ટિસ્ટ 2020ની સ્થાપના સમગ્ર ભારતની શાળાના વિદ્યાર્થીઓને શાસ્ત્રીય અને સમકાલીન કળાઓના વિવિધ પ્રકારો અને પદ્ધતિઓમાં અભિવ્યક્તિ માટે પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી છે. સહભાગીઓને અમજદ અલી ખાન, શોવાના નારાયણ, અરૂણ શ્રીરામ, ટેરેન્સ લુઇસ અને શાલમાલી ખોલગડે જેવાં દિગ્ગજ કલાકારો પાસેથી માર્ગદર્શન મેળવવાની તક મળશે. આ પ્લેટફોર્મ 20 વિવિધ કેટેગરીમાં ફાઇનલિસ્ટ્સને 100 શિષ્યવૃત્તિ આપીને યુવા પ્રતિભાની ઉજવણી કરશે, જેથી તેમના શિક્ષણ અને વૃદ્ધિને સહયોગ કરી શકાય. તેનો ઉદ્દેશ્ય ભારતમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ વચ્ચે કલાની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો છે, જેથી કલાકારોના સમુદાયનું નિર્માણ કરી શકાય.

  • દિગ્ગજ કલાકારો દ્વારા માર્ગદર્શન અપાશે
  • સંગીત અને નૃત્યની 20 કેટેગરીમાં રૂ. 25 લાખ સુધીની શિષ્યવૃત્તિ

સરોદ વાદક ઉસ્તાદ અમજલ અલી ખાને જણાવ્યું હતું કે, "શાસ્ત્રીય, લોક સંગીત, સંગીત અથવા ફિલ્મ સંગીત જેવી આપણી પરંપરા અને પ્રણાલીને આગળ ધપાવવા માટે આપણને યુવા, સમર્પિત અને કટીબદ્ધ સંગીતકારોની આવશ્યકતા છે. તેમણે ઉમેર્યું હતું કે, યુવા કલાકારો સાથે જોડાવવાનું અને તેમની સાથે મારા અનુભવ વહેંચવાનું મારું સપનું રહ્યું છે ત્યારે યંગ આર્ટિસ્ટ 2020 મારા સપનાને સાકાર કરવામાં મદદરૂપ બની રહ્યું છે."

આ 20 કેટેગરીને આ મૂજબ વિભાજીત કરવામાં આવી છે - ભારતીય શાસ્ત્રીય કેટેગરીમાં કાર્નેટિક અને હિન્દુસ્તાની વોકલ, તબલા, મૃદનગમ, વાંસળી, સિતાર અને સરોદ, વાયોલિન, ભરતનાટ્યમ, ઓડિસિ અને કથક સામેલ છે. સમકાલીન કેટેગરીમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન વોકલ, પિયાનો અને કીબોર્ડ, ગિટાર, ડ્રમ, વેસ્ટર્ન વાયોલિન, બેલેટ, હીપ-હોપ તથા બોલીવુડ અને સમકાલીન ડાન્સ સામેલ છે.

યંગ આર્ટિસ્ટ 2020ના ફોર્મેટમાં પ્રાથમિક ઓનલાઇન ઓડિશન સામેલ છે, જેમાં સહભાગીઓ પ્લેટફોર્મ ઉપર રજીસ્ટર કરીને તેમના વિડિયો અપલોડ કરી શકે છે. જે બાદ એડવાન્સ્ડ થીમ-બેઝ્ડ રાઉન્ડ યોજાશે. ગ્રાન્ડ યંગ આર્ટિસ્ટ ફેસ્ટિવલ ઓગસ્ટ 2020માં બેંગ્લોરમાં યોજાશે, જેમાં મેસ્ટ્રો મેન્ટર્સ અને જુરી મેમ્બર્સની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્ટેજ ઉપર 100 યુવા કલાકારોની ઉજવણી જોવા મળશે.

જાણીતા ગાયક શાલમલી ખોલગડેએ જણાવ્યું હતું કે, "બાળકો પોતાની પ્રતિભા દર્શાવી શકે તે માટે યંગ આર્ટિસ્ટે જેવાં પ્લેટફોર્મની આવશ્યકતા છે. બાળકો સિદ્ધિની ભાવના અનુભવે તે મહત્વપૂર્ણ છે, જેનાથી તેમને પોતાના કૌશલ્યોને નિખારવા માટે વધુ કામ કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે."

રૂકમણી વિજયકુમાર, અશ્વથ નારાયણ, ગુરૂમૂર્તિ વૈદ્ય, કૌશિક એથાલ, નિકિતા ગાંધી, સાગર બોરી, લિપ્સા આચાર્ય સહિતના ઉદ્યોગના દિગ્ગજ કલાકારો શ્રેષ્ઠતા તરફ આગળ વધવામાં બાળકોને મદદરૂપ બનશે. સ્પર્ધા દરમિયાન માર્ગદર્શકો લાઇવ લેક્ચર્સ અને ઓનલાઇન ઇન્ટરેક્શન્સ દ્વારા પોતાના અભિગમ અને પ્રતિસાદ શેર કરશે.

જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસે જણાવ્યું હતું કે, "આ પ્લેટફોર્મ બાળકોને કલા દ્વારા પોતાની જાતને પ્રદર્શિત કરવામાં અને પોતાની ઉર્જાઓને સાચી દિશામાં વાળવામાં ઉપયોગી બની રહેશે. ઉભરતાં કલાકારો આ ઉત્તમ તક માટે પોતાનો સમય ફાળવીને નવું શીખીને આગળ વધી શકશે. આ પ્લેટફોર્મ દ્વારા અપનારી શિષ્યવૃત્તિથી બાળક જીવનમાં આગળ વધી શકશે અને પોતાની કલાને નિખારી શકશે."

યંગ આર્ટિસ્ટના સહ-સ્થાપક કવિતા ઐયરે જણાવ્યું હતું કે, "હિન્દુસ્તાની ગાયક હોવા તરીકે હું સમજી શકું છું કે કલા તમારા જીવનમાં કેટલી ખુશી લાવે છે. યંગ આર્ટિસ્ટનો ખ્યાલ કલા માટે પ્રેરણા અને પ્લેટફોર્મ આપવાની ઇચ્છાથી પેદા થયો. યંગ આર્ટિસ્ટ વિદ્યાર્થીઓને પોતાની વર્તમાન સ્થિતિ અને ક્ષમતાઓ સમજવામાં મદદરૂપ બનશે. અમે રાષ્ટ્રીય સ્તરના સ્ટેજ ઉપર બેજોડ વિદ્યાર્થી પ્રતિભાની શોધ કરવા માગીએ છીએ અને તેમને કલામાં આગળ વધવા માટે સહયોગ આપવા માગીએ છીએ."

પ્રવેશ માર્ગદર્શિકાઃ

યંગ આર્ટિસ્ટ 2020 હવે 11થી18 વર્ષની ઉંમરના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું છે.

જીસ્ટ્રેશન પ્રોસેસઃ

તમારી વિડિયો એન્ટ્રી વોટ્સઅપ નંબર +91 9513044491 ઉપર મોકલો

અથવા

લોગઇન કરો: www.youngartiste.com

યંગ આર્ટિસ્ટ 2020 વિશે

યંગ આર્ટિસ્ટ 2020 સમગ્ર ભારતની શાળાના વિદ્યાર્થઈઓ માટે રાષ્ટ્રીય સ્તરની ટેલેન્ટ કોમ્પિટિશન છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માન્યતા પ્રદાન કરવાનો છે. યંગ આર્ટિસ્ટે શક્ય હોય તેટલાં વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવા અને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને તેથી 20 કેટેગરીમાં ટોચના 5 ફાઇનલિસ્ટને રૂ. 25 લાખની 100 શિષ્યવૃત્તિઓ અપાશે. તેનો આશય સાચા અર્થમાં બેજોડ વિદ્યાર્થી પ્રતિભાની શોધ કરીને તેને કલામાં આગળ વધવા માટે સહયોગ પૂરો પાડવાનો છે. વિદ્યાર્થીઓ પાસે અમજદ અલી ખાન, ટેરેન્સ લુઇસ, શોવાના નારાયણ, શાલમલી ખોલગડે, અરૂણ સાંઇરામ સહિતના દેશના દિગ્ગજ કલાકારો પાસેથી માર્ગદર્શન મેળવીને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની અનેરી તક મળશે. તેમનું માર્ગદર્શન અને જ્ઞાન યંગ આર્ટિસ્ટ એક્સપિરિયન્સ માટે મહત્વપૂર્ણ છે.

Young Artiste 2020 ફેસબુક પેજ

Young Artiste 2020 ઈન્સ્ટાગ્રામ

Young Artiste 2020 ટ્વીટર

એસઆઇએફએફ - યંગ આર્ટિસ્ટ 2020 વિશે

સિંઘર ઐયર ફેમિલિ ફાઉન્ડેશન (એસઆઇએફએફ) બેંગ્લોર સ્થિત પરોપકારી સંસ્થા છે, જેની સ્થાપના ભારતીય સંગીત અને કલા માટે સારા શિક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે.

યંગ આર્ટિસ્ટ 2020 શાસ્ત્રીય અને સમકાલીન કલામાં રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ છે, જે સમગ્ર ભારતની શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય વિવિધ કલામાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માન્યતા પ્રદાન કરવાનો છે.

સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યસભામાં આજે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ

English summary
Young Artist 2020 invited application for talent competition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X