For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેડમિલ પર દોડવા દરમિયાન અચાનક થયુ 24 વર્ષીય યુવાનનુ મોત, કારણ ચોંકાવી દેશે

શું ટ્રેડમિલ પર દોડવા દરમિયાન પણ કોઈનુ મોત થઈ શકે છે? આ એક બહુ ચોંકાવનારો સવાલ છે પરંતુ નોઈડાની એક સોસાયટીના જિમમાં આવો જ એક કેસ જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

શું ટ્રેડમિલ પર દોડવા દરમિયાન પણ કોઈનુ મોત થઈ શકે છે? આ એક બહુ ચોંકાવનારો સવાલ છે પરંતુ નોઈડાની એક સોસાયટીના જિમમાં આવો જ એક કેસ જોવા મળ્યો છે. માહિતી મુજબ 24 વર્ષનો એક યુવા એન્જિનિયર એક સોસાયટીના જિમમાં કસરત માટે પહોંચ્યો હતો. જે સમયે તે ટ્રેડમિલમાં દોડી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેને ચક્કર આવી ગયા અને તે બેભાન થઈ ગયો. ઉતાવળમાં તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. પ્રારંભિક માહિતીમાં હાર્ટ એટેકથી એન્જિનિયરના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

24 વર્ષીય એન્જનિયરનુ અચાનક થયુ મોત

24 વર્ષીય એન્જનિયરનુ અચાનક થયુ મોત

સમગ્ર મામલો બુધવારે રાતે નોઈડાના સેક્ટર 76 સ્થિત એક સોસાયટીના જિમનો છે. જ્યાં એક 24 વર્ષીય યુવાન યશ ઉપાધ્યાય કસરત માટે પહોંચ્યો હતો. વ્યવસાયે એન્જિનિયર યશ ઉપાધ્યાય ટ્રેડમિલ પર રનિંગ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા અને તે બેભાન થઈ ગયા. તરત જ તેમને સેક્ટર 50 સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધી. યશને હાર્ટ એટેક થવાથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે અધિકૃત પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થવાની વાત ડૉક્ટરોએ કહી છે.

હાર્ટ એટેકની આશંકા

હાર્ટ એટેકની આશંકા

આ દરમિયાન સમગ્ર મામલે પોલિસે જણાવ્યુ કે મૃતક એન્જિનિયરના પરિવાર તરફથી આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જો કે કેસની તપાસ કરવામાં આવી રહી છે. મૃતક વ્યક્તિ મૂળ રૂપે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામનગરનો રહેવાસી છે. તે પોતાના માતાપિતાનુ એકમાત્ર સંતાન હતો. એન્જિનિયરીંગ બાદ યશ આગળ અભ્યાસ માટે નોઈડા પોતાના એક સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો.

આ પણ વાંચોઃ મહિલા આઈએએસનુ છલકાયુ દર્દ, ઓફિસમાં મારી સાથે પણ રોજ થાય છે દૂર્વ્યવહારઆ પણ વાંચોઃ મહિલા આઈએએસનુ છલકાયુ દર્દ, ઓફિસમાં મારી સાથે પણ રોજ થાય છે દૂર્વ્યવહાર

શું જિમની ટાઈમિંગ બદલવી થઈ શકે છે ખતરનાક?

શું જિમની ટાઈમિંગ બદલવી થઈ શકે છે ખતરનાક?

પરિવારજનોના જણાવ્યા મુજબ યશ રોજ સવારે સોસાયટીના જિમમાં જતો હતો પરંતુ બુધવારે સવારે ના જઈ શકવાને કારણે તે સાંજે જિમ કરવા ગયો. આ દરમિયાન ટ્રેડ મિલ પર દોડવા દરમિયાન તેને ચક્કર આવી ગયા. પછી હોસ્પિટલ લઈ જવા પર ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. ગુરુવારે શબનુ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ. ત્યારબાદ તેને મૃતકના પરિવારજનો સોંપી દેવામાં આવ્યો. હાલમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું જિમનો ટાઈમિંગ બદલવાના કારણે આ વ્યક્તિની તબિયત બગડી. હજુ આ બાબતે તપાસની છે. જો કે આ સંભાવનાથી ઈનકાર ન કરી શકાય.

English summary
Young Engineer Sudden died during running on treadmill in Noida
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X