ચેતજો! ગીત સાંભળતી વખતે ઈઅરફોનનુ સ્પીકર ફાટવાથી યુવકનુ મોત, ફેબ્રુઆરીમાં જ થયા હતા લગ્ન

રાજસ્થાનની રાજધાની જયપુરમાં કાનમાં ઈયરફોનનુ સ્પીકર ફાટવાથી યુવકના મોતનો મામલો સામે આવ્યો છે.

જયપુરઃ વિજ્ઞાન અને ટેકનોલૉજી માનવી માટે જેટલી આશીર્વાદ સમાન છે તેટલી ક્યારેક ઘાતક પણ પુરવાર થતી હોય છે. લોકોને પોતાની હથેળીમાં જ આખુ વિશ્વ મળી ગયુ છે ત્યારે મોબાઈલ ફોનનો વપરાશ ક્યારે જાનલેવા બની જશે એ કોઈ નથી જાણતુ માટે ચેતી જજો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં કાનમાં ઈયરફોનનુ સ્પીકર ફાટવાથી યુવકના મોતનો મામલો સામે આવ્યો છે. યુવક કામમાં કેબલવાલુ ઈયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. મૃતકની ઓળખ જયપુરમાં સીકર હાઈવે સ્થિત ગામ ઉદયપુરિયાના રહેવાસી 28 વર્ષીય રાકેશ નાગર તરીકે થઈ છે.

કાનમાં ઈયરફોનનુ સ્પીકર ફાટી ગયુ

કાનમાં ઈયરફોનનુ સ્પીકર ફાટી ગયુ

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર રાકેશ નાગર શુક્રવારે બપોરે પોતાના ઘરે કાનમાં ઈયરફો લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. આ દરમિયાન તેના કાનમાં ઈયરફોનનુ સ્પીકર ફાટી ગયુ.

કાનમાંથી વહેવા લાગ્યુ લોહી

કાનમાંથી વહેવા લાગ્યુ લોહી

ઈયરફોનનુ સ્પીકર ફાટ્યા બાદ પરિવારજનો રાકેશને હોસ્પિટલમાં લઈ ગયા. તેના કામમાંથી લોહી વહી રહ્યુ હતુ. હોસ્પિટલમાં ચિકિત્સકોએ તેને મૃત ઘોષિત કરી દીધો. પરિવારજનો પોસ્ટમૉર્ટમ કરાવ્યા વિના જ શબ લઈ ગયા.

આ વર્ષે જ થયા હતા લગ્ન

આ વર્ષે જ થયા હતા લગ્ન

રાકેશ નાગરના આ વર્ષે જ ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા. તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. ઘટના સમયે તે ઘરે એકલો હતો. ડૉક્ટરોનુ કહેવુ છે કે રાકેશ નાગરના કામમાં ઈયરફોનનુ સ્પીકર ફાટ્યા બાદ મોટા અવાજથી તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હશે જેના કારણે તેનો જીવ જતો રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X